
દાહોદ જીલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (મનરેગા) સહિત ગ્રામ પંચાયત હેઠળ હાથ ધરવામાં આવતી વિકાસલક્ષી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દેવગઢબારિયા અને ધાનપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોના સરપંચો સામે થયેલી તપાસ, ઉપલબ્ધ દસ્તાવેજો, રજૂ થયેલા જવાબો અને સુનાવણી દરમિયાન થયેલી રજૂઆતોને ધ્યાને લઈ જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ તારીખ ૨૩ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ મહત્ત્વપૂર્ણ હુકમો કરવામાં આવતાં જીલ્લામાં ગેરરીતિ આચરતા સરપંચો, અધિકારીઓ સહિતના તત્વોમાં ભય સહિતનો ફફડાટ ફેલાવવા પામ્યો છે.
આ કાર્યવાહી અંતર્ગત દેવગઢબારિયા તાલુકાની રેઢાણા ગ્રામ પંચાયતના સરપંચ અશ્ર્વિનભાઈ કેશાભાઈ કોળી, ધાનપુર તાલુકાની સીમામોઇ ગ્રામ પંચાયતના સરપંચ શારદાબેન પરવતસિંહ રાઠોડ તથા ધાનપુર તાલુકા ની ભાણપુર ગ્રામ પંચાયતના સરપંચ જામસિંહ દીતાભાઇ પરમાર સામે હોદ્દાની ફરજોના નિર્વહનમાં નિષ્કાળજી, ગેરરીતિઓ અને હોદ્દાના દુપયોગ અંગેની તપાસના આધારે હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન ગ્રામ પંચાયતોમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા કામો, કામની વાસ્તવિક સ્થિતિ, સ્થળ તપાસ, રેકર્ડની જાળવણી, મસ્ટરરોલ, માપણી અને નાણાકીય વ્યવહારો સહિતના વિવિધ પાસાઓની તટસ્થ અને તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી હતી.
રેઢાણા ગ્રામ પંચાયતના કેસમાં તપાસ દરમિયાન વિવિધ રસ્તાઓના કામો સહિત કુલ ૩૯ કામોની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. સીમામોઈ ગ્રામ પંચાયતના કેસમાં ૪૮ કામો તથા ભાણપુર ગ્રામ પંચાયતોના કેસમાં ૧૯ કામોની વિગતો અને તેની વાસ્તવિક સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મંજૂર થયેલા કામો અને સ્થળ પરની સ્થિતિ વચ્ચે વિસંગતતા ઓ, અધુરી કામગીરી, દસ્તાવેજી ખામીઓ તથા યોજનાના નિયમોના પાલન અંગેની ગંભીર બાબતો ધ્યાને આવી હતી. ત્રણેય કેસમાં સંબંધિત સરપંચોને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ વારંવાર સુનામીની તક પણ આપવામાં આવી હતી. તેમ છતાં રજૂ થયેલા જવાબો અને ઉપલબ્ધ દસ્તાવેજો ના આધારે સત્તાની ફરજોના નિર્વહનમાં ગંભીર નિષ્કાળજી તથા પોતાના દુપયોગની બાબતો સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા ફરમાવવામાં આવેલા આ હુકમોનો તાત્કાલિક અમલ કરવા સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. સાથે જ સંબંધિત મામલતદાર, પ્રાંતઅધિકારી તથા અન્ય સક્ષમ અધિકારીઓને પણ હુકમની જાણ કરી જરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સરકારી યોજનાઓના અમલીકરણમાં નાણાકીય શિસ્ત, પારદર્શિતા અને જવાબદારી જાળવવી અનિવાર્ય છે. જાહેર નાણાંનો દૂપયોગ, વિકાસના કામોમાં ગેરરીતિ કે સોપાયેલી જવાબદારીના નિર્વહનમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે અને વિકાસ કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આવી તપાસ અને કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.