એક સમયે બે હજારથી વધુ રેલવે કર્મચારીઓની ચહલપહલથી ધમધમતું જેતલસર જંક્શન… આજે પોતાની ઓળખ અને અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહૃાું છે. રેલવેના એક બાદ એક વિભાગોનું સ્થળાંતર, કર્મચારીઓની બદલીઓ અને વિકાસના નામે મળતી માત્ર ખાતરીઓથી સ્થાનિકોમાં ભારે રોષ છે. અગાઉ કેન્દ્રીય મંત્રીની મધ્યસ્થી બાદ સમેટાયેલું આંદોલન ફરી શરૂ થયું છે. ગામ સજ્જડ બંધ રહૃાું, વિશાળ રેલી નીકળી અને હવે ગ્રામજનોએ આમરણાંત ઉપવાસના મંડાણ કર્યા છે.
રાજકોટ જિલ્લાના જેતલસર જંક્શન ખાતે જાણે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવા શ્યો સામે આવ્યા. રેલવે બચાવ સમિતિના બેનર હેઠળ ગ્રામજનોએ સજ્જડ બંધ પાળીને રેલવે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. હાથમાં બેનરો… હોઠ પર આક્રોશભર્યા નારા અને દિૃલમાં જેતલસરનું ગૌરવ પાછું મેળવવાની જીદ સાથે વિશાળ રેલી યોજાઈ. રેલી બાદ ગ્રામજનોએ આમરણાંત ઉપવાસ શરૂ કરી રેલવે પ્રશાસનને આરપારની લડાઈનો સંકેત આપ્યો છે.
આ માત્ર એક રેલવે સ્ટેશનનો નહીં, પરંતુ હજારો પરિવારોની રોજીરોટી અને સમગ્ર ગામના અર્થતંત્રનો સવાલ છે. વર્ષ ૧૮૯૦માં ગોંડલના રાજવી ભગવતિંસહજી દ્વારા સ્થાપિત જેતલસર જંક્શન એક સમયે પશ્ર્ચિમ રેલવેનું મહત્વનું કેન્દ્ર હતું. ૧૮ રેલવે લાઇનો, આશરે ૯૭૦ રેલવે ક્વાર્ટર્સ અને બે હજારથી વધુ કર્મચારીઓ… પરંતુ આજે વિભાગોનું સ્થળાંતર અને કર્મચારીઓની ઘટતી સંખ્યાએ આ ઓળખ સામે સવાલો ઊભા કર્યા છે.
તાજેતરમાં લોકો પાયલટ અને ગાર્ડ સહિત આશરે ૭૦ કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી થતાં વિવાદ વધુ વકર્યો છે. ગ્રામજનોના મતે આ બદલીઓથી આશરે ૭૦ પરિવારો અને ૮૦૦થી ૯૦૦ લોકોના સ્થળાંતરની સ્થિતિ સર્જાઈ શકે છે, જેની સીધી અસર સ્થાનિક વેપાર-ધંધા પર પડશે.
ગ્રામજનોનો સવાલ છે કે જ્યારે જેતલસર પાસે વિશાળ રેલવે જમીન અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે નવા વિભાગો શ કરવાને બદલે જૂના વિભાગો ખસેડવાની નોબત શા માટે?…ગુડ્સ યાર્ડ, વોિંશગ ઘાટ, ડીઝલ શેડ અને બ્રેકડાઉન વિભાગ જેવા પ્રોજેક્ટ શરૂકરીને જેતલસરને ફરી ધમધમતું કેમ ન કરી શકાય?અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પહેલથી ગ્રામજનોની રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ સાથે બેઠક પણ યોજાઈ હતી. હકારાત્મક ખાતરી મળતાં આંદૃોલન સમેટાયું હતું. પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે આજદિન સુધી મુખ્ય માંગણીઓનો નક્કર ઉકેલ આવ્યો નથી.
ગ્રામજનોની માંગણીઓ પણ સ્પષ્ટ છે. જેતલસર ખાતે લોકો લોબી અને બ્રેકડાઉન વિભાગ પરત લાવવામાં આવે, કેરેજ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ શરૂ કરવામાં આવે, મેડિકલ સુવિધાઓ અને મોડેલ સ્ટેશનનું કામ શ થાય. કેટિંરગ અને બેિંડગ સપ્લાય જેતલસરથી કરવામાં આવે તેમજ ઉપલબ્ધ આશરે ૧૦ લાખ ચોરસ મીટર રેલવે જમીન પર નવા વિભાગો શ કરવામાં આવે.
શું છે ગ્રામજનોની માગ?
લોબી અને બ્રેકડાઉન વિભાગ પરત લાવવામાં આવે,કેરેજ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ શ કરવામાં આવે,મેડિકલ સુવિધાઓ અને મોડેલ સ્ટેશનનું કામ શરૂ થાય,કેટિંરગ અને બેિંડગ સપ્લાય જેતલસરથી થાય,૧૦ લાખ ચોરસ મીટર રેલવે જમીન પર નવા વિભાગો શરૂ થાય
હવે ગ્રામજનોની ધીરજ ખૂટી રહી છે. આમરણાંત ઉપવાસ બાદૃ પણ જો રેલવે તંત્ર દ્વારા નક્કર નિર્ણય નહીં લેવાય તો રેલ રોકો સહિતનું ઉગ્ર આંદૃોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. સવાલ માત્ર ટ્રેનોના આવાગમનનો નથી… સવાલ છે જેતલસરની ઓળખનો, રોજીરોટીનો અને ભવિષ્યનો