ગુજરાતનું ગિફટ સિટી હવે વૈશ્ર્વિક નકશા પર: ભારતનું પ્રથમ ડિઝાસ્ટર રેઝિલિયન્સ હબ બન્યું

ગુજરાતના ગૌરવમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ગાંધીનગર સ્થિત ગિટ સિટીને સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઓફિસ દ્વારા ભારતના પ્રથમ ‘મેિંકગ સિટીઝ રેઝિલિયન્ટ ૨૦૩૦ રેઝિલિયન્સ હબ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સાથે ગિટ સિટી એશિયા અને પેસિફિક ક્ષેત્રનું નવું રેઝિલિયન્સ હબ પણ બન્યું છે. આ માન્યતા બાદ ગિટ સિટી હવે દૃેશ-વિદૃેશનાં શહેરો સાથે આપત્તિ વ્યવસ્થાપન, જોખમ ઘટાડવા અને ક્લાઇમેટ ચેન્જ સામે ટકી રહેવાની ક્ષમતા વિકસાવવા માટેના અનુભવોની આપ-લે કરી શકશે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેક્નોલોજી સેન્ટર તરીકે વિકસી રહેલી ગિટ સિટી માટે આપત્તિ સામેની સજ્જતા મહત્ત્વપૂર્ણ છે. ભૂકંપ, આગ કે અન્ય કટોકટીની સ્થિતિમાં લોકોની સુરક્ષા જળવાય અને આવશ્યક સેવાઓ તથા વ્યવસાયિક કામગીરી ચાલુ રહી શકે તે માટે શહેરમાં ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. યુએનડીઆરઆરની માન્યતાને ગિટ સિટીના શહેરી આયોજનમાં ડિઝાસ્ટર અને રિસ્ક મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવાના પ્રયાસોની વૈશ્ર્વિક સ્વીકૃતિ તરીકે જોવામાં આવે છે.

ગિટ સિટીમાં આપત્તિનો સામનો કરવા માટે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રૂપ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને સમર્પિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર, બિલ્ડિંગ અને યુટિલિટી સ્તરે અલગ-અલગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ભૂકંપ અને આગ જેવી કટોકટીની સ્થિતિમાં તંત્રની તૈયારી ચકાસવા અત્યાર સુધીમાં ૧૫થી વધુ મોકડ્રિલ યોજવામાં આવી છે. આ ઉપરાંત, આપત્તિ સમયે તાત્કાલિક ઉપયોગ માટે ૩૬થી વધુ પ્રકારનાં ઇમરજન્સી સાધનોનો સંગ્રહ કરવાની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ગિટ સિટીમાં અર્લી વોર્નિંગ ફ્રેમવર્ક પણ કાર્યરત છે. આ સિસ્ટમમાં ભારતીય હવામાન વિભાગની આગાહીઓ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ‘સચેત પ્લેટફોર્મ પરથી મળતી ચેતવણીઓ, ભૂકંપ સંબંધિત અહેવાલો અને શહેરના હવામાન મથકની માહિતીનો ઉપયોગ થાય છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર્સ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વોલન્ટિયર્સના નેટવર્ક દ્વારા ઇમારતો તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને ચેતવણીઓ અને સાવચેતીનાં પગલાં અંગે માહિતી પહોંચાડવામાં આવે છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગ અને યુએનડીઆરઆરના માર્ગદૃર્શન હેઠળ ગિટ સિટી જુલાઈ ૨૦૨૨માં એમસીઆર ૨૦૩૦ પહેલ સાથે જોડાયું હતું. આ પહેલ હેઠળ રેઝિલિયન્સ રોડમેપના એ અને બી સ્ટેજ પૂર્ણ કર્યા છે અને હાલમાં સી સ્ટેજ તરફ આગળ વધી રહૃાું છે.