મધ્ય પૂર્વમાં યુદ્ધ બધા મોરચે દુશ્મનાવટનો અંત ન આવે ત્યાં સુધી બંધ નહીં થાય,ઈરાને અમેરિકાને ચેતવણી આપી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈરાનના નાયબ વિદેશ પ્રધાન, સઈદ ખતીબઝાદેહે યુદ્ધને સમાપ્ત કરવાના પગલાં અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સઈદ ખાતીબઝાદેહે જણાવ્યું હતું કે શાંતિ માટે તમામ મોરચે દુશ્મનાવટનો સંપૂર્ણ અંત જરૂરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જા એક પણ વિસ્તારમાં લડાઈ ચાલુ રહેશે, તો સમગ્ર પ્રદેશમાં યુદ્ધ ફાટી નીકળશે.

ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ લેબનોનના અલ માયાદીન ટીવી નેટવર્ક દ્વારા અહેવાલ આપ્યો હતો કે સઈદ ખાતીબઝાદેહે જણાવ્યું હતું કે ઈરાન લેબનોન સામે ઇઝરાયલના યુદ્ધનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે જૂનના મધ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે હસ્તાક્ષર કરાયેલા ઇસ્લામાબાદ સમજૂતી કરારમાં આનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઈરાનના નાયબ વિદેશ પ્રધાન સઈદ ખાતીબઝાદેહે જણાવ્યું હતું કે ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં લેબનોન એક મુખ્ય મુદ્દો હતો. ખાતીબઝાદેહે એમ પણ કહ્યું હતું કે બેરૂતની તેમની મુલાકાત દરમિયાન, તેમણે બંને પક્ષોને એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે સઈદ ખાતીબઝાદે ગયા બુધવારે લેબનોનની રાજધાની બેરૂતમાં સ્થાનિક લેબનોન નેતાઓ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. તેમણે તેમની બેઠકોને સકારાત્મક ગણાવી હતી. બેઠક દરમિયાન, સઈદ ખાતીબઝાદેહે પુષ્ટિ આપી કે તેમણે સંસદના અધ્યક્ષ નબીહ બેરી, લેબનોનના વડા પ્રધાન નવાફ સલામ અને વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે મુલાકાતો કરી છે.

સઈદ ખાતીબઝાદેહે ભાર મુક્યો કે ઇઝરાયલે લેબનોન અને લેવન્ટમાં તેનું યુદ્ધ બંધ કરવું જોઈએ, કારણ કે આ બે પ્રદેશોમાં ઘટનાઓ એકબીજા સાથે જાડાયેલી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઈરાનની મુખ્ય માંગ બધા યુદ્ધોનો અંત લાવવાની છે. જા યુદ્ધ એક પણ મોરચે ચાલુ રહે છે, તો તેનો અર્થ એ થશે કે યુદ્ધ હજુ પણ બધે ચાલુ છે.

સઈદ ખાતીબઝાદેહે જણાવ્યું હતું કે ઈરાને આ અભિગમ અપનાવ્યો છે અને લેબનોનમાં યુદ્ધનો અંત લાવવાનો સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે. દરમિયાન, ખાતીબઝાદેહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન અને લેબનોન પર હુમલો કરીને ઇસ્લામાબાદ એમઓયુનું ઉલ્લંઘન કર્યું છે. અગાઉ, અમેરિકાએ તાજેતરમાં ઈરાની નાકાબંધી વચ્ચે ઓમાનના અખાતમાં એક કાર્ગો જહાજ પર ફાઇટર જેટ હુમલા શરૂ કર્યા હતા.