આજ રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે 12.00કલાકે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીના વરદહસ્તે તા.13 સપ્ટેમ્બરે આયુષ્માન ભવ: કાર્યક્રમનું ઇ-લોકાર્પણ

દાહોદ,આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત લાર્ભાર્થીઓને આરોગ્યની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી તેનો 100 % લાભ પહોચાડવા માટે 17 સપ્ટેમ્બરથી આયુષ્માન ભવ: અભિયાન હાથ ધરાશે આ કાર્યક્રમ અંતર્ગત PMJAY Card નું વિતરણ કરવામાં આવ્યું તથા નિક્ષય મિત્ર બહુમાન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમા જીલ્લા પંચાયત પ્રમુખ કુ. શીતલબેન વાઘેલા, જીલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ CEO ડો. સંજય કુમાર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત સહિતના અઘિકારીઓ, કર્મચારીઓ સહિત કુલ 150આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો.