
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મેચ તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચમાં, ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ પાસે એક ખાસ સીમાચિહ્ન હાંસલ કરવાની તક હશે. રાહુલ આ મેચમાં ૩૫ રન બનાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂર્ણ કરી શકે છે.
તેથી, ચાહકો ચોક્કસપણે આ વનડે દરમિયાન કેએલ રાહુલ પર નજર રાખશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડેમાં કેએલ રાહુલનો રેકોર્ડ મજબૂત છે. તે આ મેચમાં પણ તે રેકોર્ડ જાળવી રાખવા માટે ઉત્સુક રહેશે.કેએલ રાહુલે અત્યાર સુધીમાં ભારત માટે ૨૪૦ મેચોમાં ૨૮૦ ઇનિંગ્સમાં ૯૯૬૫ રન બનાવ્યા છે. જેમાં ૨૨ સદી અને ૬૩ અડધી સદીનો સમાવેશ થાય છે, જેનો શ્રેષ્ઠ સ્કોર ૧૯૯ છે.
તેને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન સુધી પહોંચવા માટે ફક્ત ૩૫ રનની જરૂર છે. જા તે વેસ્ટ ઇન્ડિઝ સામેની આ શ્રેણીમાં આ સીમાચિહ્ન હાંસલ કરે છે, તો તે આ સિદ્ધિ મેળવનાર ૧૫મો ભારતીય બેટ્સમેન બનશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડેમાં તેનો રેકોર્ડ પણ ઉત્તમ રહ્યો છે, તેણે પાંચ મેચમાં ૫૬.૫૦ ની સરેરાશથી ૨૮૨ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.
કેએલ રાહુલનું વનડે ક્રિકેટમાં પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. તે ઇનિંગ્સ ઓપન કરવામાં, મિડલ ઓર્ડરમાં ઇનિંગ્સ મેનેજ કરવામાં અને તેમને મજબૂત રીતે ફિનિશ કરવામાં માહિર છે. તેની વનડે કારકિર્દીમાં, તેણે ૯૮ મેચોમાં ૯૦ ઇનિંગ્સમાં ૪૯.૪૪ ની સરેરાશથી ૩૪૧૨ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૮ સદી અને ૨૦ અડધી સદી ફટકારી છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૧૨ રન છે. તે વેસ્ટ ઇન્ડીઝમાં કેવું પ્રદર્શન કરે છે તે જાવાનું બાકી છે.આ વર્ષે, સાત વનડે મેચોમાં સાત ઇનિંગ્સમાં, તેણે ૪૮.૫૦ ની સરેરાશથી અને ૧૨૯ થી વધુના સ્ટ્રાઇક રેટથી ૧૯૪ રન બનાવ્યા છે. તેણે એક શાનદાર સદી પણ ફટકારી હતી, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૧૨ રન હતો. આ પહેલા,કે એલ રાહુલ શ્રીલંકા શ્રેણીમાં રમતા જાવા મળ્યો હતો.