હાલોલ-ગોપીપુરા રોડ પર ડમ્પરની અડફેટે બુલેટ ચાલકનુ મોત

હાલોલ-ગોપીપુરા રોડ પર ડમ્પર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બુલેટ ચાલકનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે બુલેટ પર સવાર ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

હાલોલ-ગોપીપુરા રોડ પરથી બુલેટ પર રોહનકુમાર ગોવિંદકુમાર સોલંકી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ડમ્પર ચાલકે બુલેટને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બુલેટ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. જયારે બુલેટ પર સવાર અન્ય યુવક પાર્થ નરેન્દ્રકુમાર બારોટને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હાલોલની સરકારી હોસ્૫િટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે મૃતદેહને પી.એમ.અર્થે હાલોલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત સર્જયા બાદ ડમ્પર ચાલક ધટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ધટના સ્થળે આવી પહોંચી હતી. અને અકસ્માત અંગે જ‚રી કાર્યવાહી કરી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.