–પાન પાર્લર અને ચાની દુકાનોમાંથી 90 હજારની નશા સહાયક સામગ્રી ઝડપા
દાહોદ શહેરના વિવિધ વસ્તારોમાં 5ાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત ગોગો પેપર, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો આશરે રૂ.90,000/-થી વધુ જથ્થો જપ્ત કરી 6 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.યુવા અને સગીર વયના બાળકોમાં વધતી નશાની પ્રવૃત્તિ ડામવા ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ દાહોદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા નશા સહાયક સામગ્રી ગોગો પેપર અને સ્મોકિંગ કોન જેવી સામગ્રી ઉપર પ્રતિબંધ મુકવા સાથે જ દાહોદમાં બસ સ્ટેન્ડ રોડ, શિવાજી સર્કલ, યાદગાર ચોક અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાન 5ાર્લર અને ચા સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. સોૈથી મોટી કાર્યવાહી યાદગાર ચોક પાસેની વિષ્ણુ ટ્રેડર્સમાં કરવામાં આવી હતી. જયાંથી રૂ.58,000/-ની કિંમતના રોલિંગ પેપર અને વિવિધ સ્મોકિંગ કોન મળી કુલ રૂ.78,960/-નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત શિવ પાન પેલેસ, ઝુલેલાલ પાન કોર્નર, મી ચાય-સુટ્ટા, અને રિફ્રેશ પાન પોઈન્ટ જેવા એકમો પરથી પણ પ્રતિબંધિત નશા સહાયક સામગ્રી પકડાઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસે રમેશ રાવલ, ગુલશન ભોજવાણી, ભરત પ્રિતમાણી, અનીશ ભામી, અનીલ પરમાર અને રાજેશભાઈ નાયક વેપારી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.