છોટાઉદેપુર એસ.ટી.ડેપોના મેનેજરે મહિલા રેસ્ટ રૂમના સ્થાને ટિકીટ સેન્ટર શરૂ કર્યુ

છોટાઉદેપુરના એસ.ટી.ડેપોના મેનેજરે મહિલા રેસ્ટરૂમના સ્થાને ટિકીટ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યુ છે. તેના આ મનસ્વી નિર્ણય સામે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

તેમજ તેઓને અગવડતા પણ પડી રહી છે. થોડા સમય પુર્વે જયારે એસ.ટી.ડેપોનુ નવીનીકરણ કરાયુ ત્યારે મહિલાઓ માટે રેસ્ટ‚મની ખાસ વ્યવસ્થા કરાઈ હતી. જેને કારણે બીજા રાજય અને શહેરોમાંથી આવતી મહિલાઓને પુરતી સુવિધા મળી રહેતા તેઓને આરામ મળતુ હતુ. પરંતુ એસ.ટી.ડેપોના મેનેજરે મનસ્વી નિર્ણય લઈ ત્યાં ટિકીટ સેન્ટર શ‚ કરી દેતા મહિલા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ અંગે સંબંધિત ડેપો મેનેજરને પુછતા તેણે આવી કોઈ વ્યવસ્થા થતી હોય તેવુ ધ્યાને આવ્યુ નથી. તેવા નિવેદનો આપી આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી યોગ્ય માર્ગદર્શન માંગવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. જોકે તેને નિર્ણય સ્વતંત્ર રીતે લેવામાં આવતા ડેપો મેનેજર સામે પણ રોષની લાગણી ફેલાઈ છે.