
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઈ૨૦ ઇથેનોલ મિશ્રણ નીતિ અંગે સોશિયલ મીડિયા પર ફરતા કથિત છૈં ડીપફેક વિડિઓઝ અને ભ્રામક પોસ્ટ્સ સામે બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે.બોમ્બે હાઈકોર્ટે અરજી સ્વીકારી છે અને વચગાળાની રાહત મેળવવા માટે કેસને સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે. અરજીમાં મેટા (ફેસબુક/ઇન્સ્ટાગ્રામ) અને ઠ સહિત અનેક પક્ષોને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે.અરજીમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે જેમાં એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગડકરી અને તેમના પરિવારને ઈ૨૦ નીતિથી વ્યક્તગત રીતે ફાયદો થયો છે.
ગડકરીએ આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને બદનક્ષીભર્યા ગણાવ્યા છે, એમ કહીને કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય નહીં, પરંતુ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ આવે છે.ગડકરીએ કોર્ટને ડીપફેક વીડિયો અને ભ્રામક પોસ્ટ દૂર કરવા, તેમના પ્રસારને રોકવા અને જવાબદારો સામે પગલાં લેવા વિનંતી કરી છે.તાજેતરમાં, નીતિન ગડકરીએ ઇÂન્ડયા ટીવી સાથે વિશિષ્ટ રીતે વાત કરી અને દેશમાં ઈ-૨૦ અને અશ્મભૂત ઇંધણ અંગે ચાલી રહેલી ચર્ચાઓ અને શંકાઓ પર ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા.
નીતિને કહ્યું, “ઈ-૨૦ નો ઉપયોગ સંપૂર્ણ પરીક્ષણ પછી જ શરૂ થયો. સરકાર કોઈપણ નવી ટેકનોલોજી રજૂ કરતા પહેલા પરીક્ષણ કરે છે.”નીતિને એમ પણ કહ્યું કે તેમને એવી કોઈ ફરિયાદ મળી નથી કે ઈ-૨૦ નો ઉપયોગ વાહનના એન્જનને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું, “હું આ પ્રકારનો પ્રચાર કોણ ફેલાવી રહ્યું છે તે શોધવા માંગતો નથી.”આ સમય દરમિયાન, નીતિને એમ પણ કહ્યું કે દેશને ઊર્જામાં આત્મનિર્ભર બનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે ઇથેનોલ ભવિષ્યનું બળતણ છે.
નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે જ્યારે મકાઈમાંથી ઇથેનોલનું ઉત્પાદન શરૂ થયું, ત્યારે મકાઈના ભાવમાં વધારો થયો અને ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થયો. આજે, પરિÂસ્થતિ બદલાઈ ગઈ છે, અને ઇથેનોલના આગમનથી ખાંડ મિલો અને શેરડીના ખેડૂતોનું નસીબ બદલાઈ ગયું છે. નીતિન ગડકરીએ સ્પષ્ટપણે કહ્યું, “શું આપણો દેશ ઊર્જામાં આત્મનિર્ભર ન હોવો જાઈએ?”
અગાઉ, ઈ૨૦ પેટ્રોલ વિશેના પ્રશ્નો વચ્ચે, નીતિન ગડકરીએ ખુલ્લેઆમ પડકાર ફેંક્્યો હતો કે, “મને એક પણ કાર બતાવો જેને નુકસાન થયું હોય.”