
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું હતું કે જો પશ્ર્ચિમી દેશો યુક્રેનને સુરક્ષા ગેરંટી આપે તો કિવ નાટો લશ્કરી જોડાણમાં જોડાવાની તેની કોશિશ છોડી શકે છે. તેમણે અમેરિકાને રશિયાને પ્રદેશ સોંપવા માટે દબાણ ન કરવા પણ વિનંતી કરી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુદ્ધના અંત પર યુએસ રાજદ્વારીઓ સાથે સંભવિત વાટાઘાટો માટે બલન પહોંચ્યા. તેઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા હતી.
બલનમાં વાટાઘાટો પહેલાં પત્રકારોના પ્રશ્ર્નોના જવાબમાં, ઝેલેન્સકીએ કહ્યું કે યુએસ અને કેટલાક યુરોપિયન દેશોએ યુક્રેનના નાટોમાં જોડાવાના પ્રયાસને નકારી કાઢ્યો હોવાથી, યુક્રેનને આશા છે કે પશ્ર્ચિમ તેને નાટો સભ્યોને આપવામાં આવેલી ગેરંટી જેવી જ ગેરંટી આપશે.
તેમણે કહ્યું, આ સુરક્ષા ગેરંટી રશિયાને બીજું યુદ્ધ શરૂ કરતા અટકાવવાની તક છે. અને આ અમારા તરફથી એક સમાધાન છે. ઝેલેન્સકીએ ભાર મૂક્યો કે કોઈપણ સુરક્ષા ખાતરીઓ કાયદેસર રીતે બંધનર્ક્તા હોવી જોઈએ અને યુએસ કોંગ્રેસ દ્વારા સમથત હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સ્ટુટગાર્ટમાં યુક્રેનિયન અને યુએસ લશ્કરી અધિકારીઓ વચ્ચેની બેઠક પછી તેઓ તેમની ટીમ તરફથી બ્રીફિંગ મેળવવાની અપેક્ષા રાખે છે.
યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ રવિવારે મોડી સાંજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને સંભવત: અન્ય યુરોપિયન નેતાઓ સાથે અલગથી મુલાકાત કરશે. ઝેલેન્સકીએ ભાર મૂક્યો કે અમેરિકાએ યુક્રેન પર રશિયાને પ્રદેશ સોંપવા માટે દબાણ ન કરવું જોઈએ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવા વિનંતી કરી રહ્યા છે અને સોદા માટે સંમત થવામાં વિલંબથી તેઓ હતાશ છે.
સંભવિત કરારોમાં સૌથી મોટો અવરોધ યુક્રેનના પૂર્વીય ડોનેટ્સક પ્રદેશ પર નિયંત્રણ છે, જેમાંથી મોટાભાગનો ભાગ રશિયન દળોના કબજામાં છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને ડોનેટ્સક પ્રદેશના તે ભાગમાંથી તેના સૈનિકો પાછા ખેંચવાની માંગ કરી છે જે હજુ પણ યુક્રેનિયન સૈનિકો દ્વારા નિયંત્રિત છે, આ માંગને કિવ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
ઝેલેન્સ્કીએ ખુલાસો કર્યો કે યુએસએ યુક્રેનને ડોનેટ્સકમાંથી પાછા ખેંચવાનો અને ત્યાં એક મુક્ત આથક ક્ષેત્ર સ્થાપિત કરવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો હતો, જેને તેમણે અવ્યવહારુ ગણાવીને નકારી કાઢ્યો. તેમણે પૂછ્યું, જો યુક્રેનિયન સૈનિકો પાંચથી દસ કિલોમીટર પાછળ હટી જાય છે, તો રશિયન સૈનિકો પણ કબજા હેઠળના પ્રદેશોમાં સમાન અંતરે કેમ પાછા ન જાય? રાષ્ટ્રપતિએ આ મુદ્દાને અત્યંત સંવેદનશીલ ગણાવ્યો અને કહ્યું કે આજે એકમાત્ર વાજબી શક્ય વિકલ્પ એ છે કે આપણે જ્યાં ઉભા છીએ ત્યાં જ રહીએ.