છોટાઉદેપુર ખાતે ગાયત્રી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલ આદિવાસી સમાજના ૬ આગેવાન ઉપર નર્સિંગ કોલેજમાં ગેરકાયદેસર રીતે કોલેેજમાં પ્રવેશ કરી નર્સિંગ કોલેજના બાળકોને આંદોલન માટે ઉશ્કેરવાના આક્ષેપ સાથે ૬ લોકો સામે મેનેજિંગ ડાયરેકટરે ફરિયાદ નોંધાવી છે.
છોટાઉદેપુર ખાતે આવેલી ગાયત્ર નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને ભોજન તેમજ સુવિધાઓની ઉણપને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા. જેની મદદ માટે આદિવાસી સમાજના અનેક લોકો બાળકોના સમર્થનમાં આવ્યા હતા. જયારે નર્સિંગ કોલેજનો ભ્રષ્ટાચાર વિદ્યાર્થીઓએ બહાર પાડ્યો હતો. જેને લઈને નર્સિંગ કોલેજના મેનેજિંગ ડાયરેકટર સંજયકુમાર મંગલસિંહ વસાવાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ૬ આદિવાસી સમાજના આગેવાનો તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો સામે ગેરકાયદેસર રીતે ગાયત્રી નર્સિંગ કોલેજમાં પ્રવેશીને બાળકોને આંદોલન કરવા માટે ગેરમાર્ગે દોરી ઉશ્કેરણી કરી અને કેમ્પસમાં આવીને સંસ્થાના વિરોધમાં આવીને ખોટા સુત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને ધરણા પર બેસાડી રાખ્યા અને શૈક્ષણિક કાર્ય રોકાયુ હતુ. જયારે બીજા દિવસે બાળકોની ઉશ્કેરણી કરી અને જિલ્લા સેવાસદન સુધી લઈ જવામાં આવ્યા હતા. જેને લઈને ૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ડો.ગબ્બરભાઈ સુખરાભાઈ કિસનભાઈ રાઠવા(જિલ્લા પંચાયત સદસ્ય મોટી સઢલી), સાજીદ ખોટા, અનંતભાઈ, જયદિપભાઈ અને તેજલસિંહ રાયસિંગ રાઠવાનો સમાવેશ થાય છે. હાલ તો આ પોલીસ ફરિયાદથી રાજકારણ ગરમાયુ છે. જયારે હાલ પોલીસે કુલ ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી બે અજાણ્યા ઈસમોનો ફરિયાદમાં ઉલ્લેખ કરી વધુ તપાસ હાથ ધરી છે.