મહિસાગર જિલ્લા શાળા સંચાલક મંડળની બેઠક ખાનપુર તાલુકાના લીંબડીયાની નીલકંઠ વિદ્યા સંકુલ ખાતે યોજાઈ હતી.
મંડળના પ્રમુખ એસ.કે.પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મિટીંગમાં નવા પ્રમુખ તરીકે પુર્વ સંસદ સભ્ય રતનસિંહ રાઠોડની સર્વાનુમતે નિમણુંક કરવા, ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ સાદાઈથી ઉજવવામાં આવે તે માટે કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત કરવાનો ઠરાવ કરાયો હતો. સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે સરકાર દ્વારા નવી સરકારી શાળા મંજુર કરાઈ છે. જેની આજુબાજુની ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા પર માઠી અસર થતી હોય ખેડાપા શાળા મંડળની રજુઆતને ધ્યાને લઈ આ નવી શાળાની મંજુરી રદ્દ કરવા પત્ર મોકલવાનુ નકકી કરાયુ હતુ. શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી કલાર્ક, સેવક અને શિક્ષકોની ભરતી વહેલી તકે કરાવવા, સોલાર સિસ્ટમ સ્થાપવા, એસ.ઓ.ઈ.ની ગ્રાન્ટ વપરાશ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળાઓમાં સ્વચ્છતાં માટે ગ્રાન્ટ ફાળવવાની માંગ કરાઈ છે.