નસવાડી નજીક ધામસિયાથી જંબુગામ વચ્ચે રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે બની રહેલા નેશનલ હાઈવેની કામગીરીમાં મોટાપાયે માટી ખનનનો વિવાદ સામે આવ્યો છે. આકોના ચોકડી પાસે નેશનલ હાઈવેના માટીકામ માટે સરકારી અને ગોચર જમીનમાંથી રાત-દિવસ બેફામ માટી ઉલેચવામાં આવી રહી છે. આ કામગીરી માટે મંજૂરી બાબતે વિરોધાભાસ જોવા મળે છે.
આકોના ગ્રામ પંચાયતે માટી ખોદવાની કોઈ પરવાનગી આપી નથી. નસવાડી ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે. હજુ સુધી કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી. તેમ છતાં, ૨૦ ફૂટ ઊંડા ખાડા પાડી માટી કાઢવામાં આવી રહી છે.
સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ છે. ગોચર જમીન ખોદાવાથી પશુઓ માટે ચરિયાણની સમસ્યા ઊભી થઈ છે. ચોમાસામાં આ ઊંડા ખાડાઓમાં પાણી ભરાય છે. પશુઓ કે માનવીઓ લપસીને ડૂબી જવાનો ભય છે. આ ઉપરાંત, હાઈવેમાં વપરાતા મટેરિયલની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે. નદીનો કાંપ અને પથ્થરવાળું મટેરિયલ આડેધડ વપરાઈ રહ્યું છે. સ્થળ પર ખાણ-ખનીજ વિભાગની મંજૂરી દર્શાવતા કોઈ બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.
માટી ખોદાણની મંજૂરી હોય તો બોર્ડ કેમ નથી મરાતા જીલ્લા કલેકટર મંજૂરી આપે સુજલામ સુફલામ હેઠળ મંજૂરી હોય તો બોર્ડ મારવા જોઈએ. કેટલા સીએમ માટી લઈ જવાની ગણતરી કઈ રીતે કરાશે ? ચેકડેમ તોડી પાડી માટી ખનન કરાયું હોય સરકાર લક્ષી કામના નુકશાન માટે હવે જવાબદાર કોણ ?
ખેતરમા જવાનો રસ્તો ખોદી નાખ્યો સરકારી પડતર જમીન હોય, ખરાબા હોય કે ગોચર હોય, ત્યાં શું પરિસ્થિતિ જોવી જોઈએ. વિજ લાઈનની આજુબાજુ ખોદ્દી નાખ્યું છે. વરસાદમા લાઈન પડી જાય તો અમારા પશુ ક્યાં ચરવા જશે? કરોડોનુ ટેન્ડર છે તો વેચાતી માટી લાવો. આતો ગ્રામ પંચાયતને તમે જોર કરી માટી ખોદી જાવ એનો શું મતલબ ? ખેડૂતોનો ખેતરમા જવાનો રસ્તો ખોદી નાખ્યો. આ કેવું ? – કાંતાબેન સોલંકી, ખેડૂત….