કાલોલ તાલુકાના દેવચોટીયા ગામે મંદીર ફળીયામાં રેહતા ફરીયાદી કૈલાશબેન નરેંદ્રભાઈ બાબુભાઇ પરમારની ફરિયાદ મુજબ ફરિયાદીનો છોકરો મીત તેઓના ઘરના વાડામાં પેશાબ કરતો હતો, તે વખતે આરોપી અર્જુનભાઇ પ્રભાતભાઇ પરમાર નાએ તેના હાથમાંની લાકડી લઈ આવતા ફરિયાદીને કહેવા લાગેલ કે તમો કેમ મારી પત્ની ને ગાળો બોલો છો તેવુ કહી તેના હાથ માંની લાકડી ફરિયાદીને ડાબા હાથે મારી દીધેલ અને આરોપી નં. ર અને ૩ નાએ ફરીને ગડદાપાટુનો માર મારી ફરીયાદી ને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ફરિયાદી દ્વારા કાલોલ પોલીસ મથકે ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા કાલોલ પોલીસ દ્વારા આરોપીઓએ એક બીજાની મદદગારી કરી મહે. જીલ્લા મેજી.નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી