વેજલપુર પોલીસ મથકે ઈરફાન યુસુફ બગલી દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓ તથા તેઓના ભાઈ આરીફ યુસુફ બગલી દ્વારા વેજલપુરના દિવાન ફળિયામાં બે પ્લોટ ૨૦૧૮માં જોસનાબેન જયસ્વાલ પાસેથી વેચાણ લીધો હતો. જેમાં એક પ્લોટમાં ફરિયાદીએ મકાન બનાવ્યું હતું અને બીજા પ્લોટમાં તેના ભાઈ આરીફના મકાન બનાવવાની કામગીરી કરતા હતા. આ જગ્યામાં મુસ્તાક ઈસ્માઈલ કઠિયાનો ભાગ આવતો હોવાથી બંને ભાઈઓએ વકીલ મારફતે તેને નોટિસ આપી હતી. ૧૩ ફેબ્રુઆરી નારોજ આરીફભાઈ દ્વારા મકાનની માપણી કરતા ફરિયાદીની જગ્યા ઉપર મુસ્તાકે મકાન બનાવી દીધેલ હોવાથી મુસ્તાકને કહેવા જતા થાય તે કરી લો અમે અમાં મકાન નહીં તોડીએ તમારે તોડવું હોય તો જેસીબી થી તમારા જેટલી જગ્યા તોડી નાખો તેમ કહ્યું હતું. જેથી આરીફભાઈ જેસીબીથી મુસ્તાકે બનાવેલી દિવાલ તોડાવતા હતા, તે સમયે મુસ્તાક કઠીયા, મેમુના બાડી, ઈરફાન કઠિયા, બાસિત બાડી,આયેશા કઠિયા, રહેમત કઠિયા એમ છ જેટલા વ્યક્તિઓએ ગાળા ગાળી કરી તકરાર કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુસ્તાક ઈસ્માઈલ કઠિયા દ્વારા અભદ્ર ભાષા બોલી અશ્લીલ અને ગંદા ઈશારા કર્યા હોવાની બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.