સંજેલી પોલીસ મથકે ડી.જે.ના સંચાલકો અને ઓપરેટરો સાથે મીટીંગ યોજી

આજરોજ તા.૧૯/૦૨/૨૦૨૬ ના કલાક ૧૨/૦૫ થી કલાક ૧૩/૦૫ સુધી સંજેલી પોલીસ. સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી.પરમાર નાઓની અઘ્યક્ષતામાં સંજેલી પો.સ્ટે વિસ્તારના ડી.જે. સંચાલકોને તેમજ તેના ઓપરેટરોની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડી.જે.નો અવાજ જાહેરનામા મુજબનો રાખવો તથા કોઇની લાગણી દુભાય તેવા ગીતો વગાડવા નહી તથા આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ નારોજ SSC/ HSCબોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, જેમાં વિદ્યાર્થીઓ ને વિક્ષેપ થવો જોઈએ નહીં તથા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો અમલ કરવાનું તેમજ ટ્રાફિકના નિયમોને આધીન રહી સાથ સહકાર આપવા સૂચન કરેલ તેવા વિવિધ મુદ્દાઓની લગતી સૂચનાઓ કરવામાં આવી. આ સદર મીટીંગમાં આશરે ૫૫ થી ૬૦ જેટલાં સંજેલી પો.સ્ટે. વિસ્તારના ડી.જે.સંચાલકો હાજર રહેલ.