
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું કે ન્યુઝીલેન્ડમાં શાંતિપૂર્ણ શીખ નગર કીર્તનમાં વારંવાર વિક્ષેપો ઊંડી ચિંતાનો વિષય છે અને કેન્દ્ર સરકારને ન્યુઝીલેન્ડ સમક્ષ આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર એક પોસ્ટમાં, બાદલે કહ્યું, ન્યુઝીલેન્ડમાં શાંતિપૂર્ણ શીખ નગર કીર્તનોમાં વારંવાર વિક્ષેપો (તૌરંગામાં બનેલી ઘટના સહિત) અત્યંત ચિંતાજનક છે.
તાજેતરની ઘટના પહેલા, ગયા મહિને બાદલે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે તેઓ દક્ષિણ ઓકલેન્ડમાં શાંતિપૂર્ણ નગર કીર્તન શોભાયાત્રાને ’વિક્ષેપિત’ કરતા સ્થાનિક વિરોધીઓનો મુદ્દો ન્યુઝીલેન્ડ સરકાર સાથે ઉઠાવે. એકસ પરની તેમની પોસ્ટમાં, બાદલે કહ્યું, નગર કીર્તન એ પવિત્ર ધામક સરઘસો છે જે શાંતિ, એક્તા અને સમુદાય સેવાને પ્રોત્સાહન આપે છે. શીખ સમુદાય, જે હંમેશા સરબત દા ભલા (બધાના કલ્યાણ) માટે પ્રાર્થના કરે છે, તેણે આવી સંવેદનશીલ ક્ષણોમાં અનુકરણીય સંયમ દાખવ્યો છે.
તેમણે કહ્યું, આ વારંવાર થતી ઘટનાઓથી વ્યથિત, હું વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને વિનંતી કરું છું કે તેઓ વિદેશમાં શીખોની ધામક સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે ન્યુઝીલેન્ડ સરકાર સાથે તાત્કાલિક રાજદ્વારી રીતે આ મુદ્દો ઉઠાવે. ધામક અભિવ્યક્તિ બધા માટે સુરક્ષિત હોવી જોઈએ. શિરોમણી અકાલી દળ શીખ ડાયસ્પોરા સાથે ઊભું છે. અગાઉ, દક્ષિણ ઓકલેન્ડમાં નગર કીર્તન સરઘસના વિક્ષેપનો ઉલ્લેખ કરતા, બાદલે કહ્યું હતું કે આવા જોખમો ધામક સ્વતંત્રતા અને સાર્વત્રિક ભાઈચારાની ભાવનાને જોખમમાં મૂકે છે.