
મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ પરીક્ષાના પેપર લીક કેસની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ સરકારને પોતાનો બીજા અહેવાલ સુપરત કર્યો છે. રિપોર્ટમાં પેપર લીકમાં સામેલ લોકો માટે કડક સજાની ભલામણ કરવામાં આવી છે. સંગઠિત પેપર લીક/ગુનાઓમાં ૭ થી ૧૦ વર્ષની જેલ (અગાઉ ૫-૧૦ વર્ષ) અને ઓછામાં ઓછા ૧૦ કરોડ (અગાઉ ૧ કરોડ) દંડ, મિલકત જપ્ત/જાડાણ અને નુકસાન માટે વળતરનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશને માર્ચ ૨૦૨૬ માં ડ્રગ ઇન્સ્પેક્ટર પરીક્ષા હાથ ધરી હતી, પરંતુ પેપર લીક ટૂંક સમયમાં જ સામે આવ્યું, જેના કારણે સરકારે સપ્ટેમ્બર ૨૦૨૬ માં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ વી. રાધાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી.સંગઠિત પેપર લીક/ગુનાઓમાં ૭ થી ૧૦ વર્ષની જેલ (અગાઉ ૫-૧૦ વર્ષ) અને ઓછામાં ઓછા ૧૦ કરોડ (અગાઉ ૧ કરોડ) દંડ, મિલકત જપ્ત/જાડાણ અને નુકસાન માટે વળતરનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવી છે. વ્યક્તિગત અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરનારાઓને ૫-૧૦ વર્ષની જેલ અને ૫૦ લાખ સુધીનો દંડ. સેવા પ્રદાતા કંપનીઓ અને તેમના ડિરેક્ટરો/મેનેજમેન્ટ માટે કડક સજા અને દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે.સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાની અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની ભલામણ.તપાસ અધિકારીનું સ્તર વધારવાની ભલામણ ઓછામાં ઓછા જિલ્લા સ્તરે અધિક પોલીસ અધિક્ષક / કમિશનરેટમાં
પરીક્ષામાં શારીરિક રીતે હાજર રહેલા ઉમેદવારોને સંપૂર્ણ પરીક્ષા ફી પરત કરવાની ભલામણ.
જા ઉત્તરપત્ર પર વાંધો માન્ય હોય તો વાંધો ફી પરત કરવાની ભલામણ.
વહીવટી અને ટેકનિકલ સુધારાઃ
પરીક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે જિલ્લા કલેક્ટરોને વધુ જવાબદારી આપવી
‘વેન્યુ બેંક’ (પૂર્વ-ચકાસાયેલ સુરક્ષિત પરીક્ષા કેન્દ્રોનો ડેટાબેઝ) બનાવવી
યુનિફાઇડ રિક્વઝિશન પોર્ટલ, વાર્ષિક પરીક્ષા કેલેન્ડર (ઓક્ટોબર સુધીમાં પ્રકાશિત), એક-સમય નોંધણી (મહાઆઈડી/આધાર + ડિજીલોકર સાથે જાડાયેલ)
ત્રણ-સ્તરીય કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર (મુખ્ય મથક, જિલ્લા અને પરીક્ષા સ્થળો)
ટેકનોલોજી અને સાયબર સુરક્ષા સેલ, સીઆઈએસઓ નિમણૂક અને છેતરપિંડી અટકાવવા માટે વિગતવાર સુરક્ષા માર્ગદર્શિકા.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભલામણો હાલમાં સરકારના વિચારણા હેઠળ છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સરકારને પેપર લીકના કેસોનો સામનો કરવા માટે કડક કાયદો લાવવાની ખાતરી આપી હતી, જેના કારણે આગામી શિયાળુ સત્રમાં આ સુધારા સંબંધિત સુધારા બિલ રજૂ થઈ શકે છે.