ગોમતીપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, અમદાવાદમાંથી ૩ કિલોથી વધુ ગાંજા સાથે રીઢો ડ્રગ્સ પેડલર ઝડપાયો

ગોમતીપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યા જેવી ઘટના બનવા પામી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહૃાો હતો તે દરમિયાન ચતુરિંસગ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ સુઝુકી બર્ગમેન સ્કૂટર પર પોલીસની નજર પડી. સ્કૂટર પર નંબર પ્લેટ ન હોવાથી પોલીસે તેને અટકાવીને પૂછપરછ શરૂ કરી. પૂછપરછમાં યુવકે પોતાનું નામ નામ ફરદૃીન ઉમરહુસેન સૈયદ ઉર્ફે ડુગ્ગુ હોવાનું જણાવ્યું હતું.

ગોમતીપુર વિસ્તારનો જ રહેવાસી છે. તેની વર્તણૂક શંકાસ્પદૃ લાગતા પોલીસે મોપેડની ડીકી ખોલાવી, જેમાં સેલોટેપથી વીંટાળેલી પ્લાસ્ટિકની કોથળીઓમાં ત્રણ પાર્સલ જોવા મળ્યા હતા પાર્સલ જોતા જ પ્રાથમિક દ્રષ્ટિએ આ ગેરકાયદૃેસર માદક પદૃાર્થ હોવાની શંકા જતા પોલીસે તાત્કાલિક પોલીસ અધિકારીઓ, પંચો અને એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી લીધી. એફએસએલના સાયન્ટિફિક ઓફિસર દ્વારા સ્થળ પર જ કેમિકલ કિટ વડે પરીક્ષણ કરવામાં આવતા તે પદૃાર્થ ગાંજો હોવાનું ફલિત થયું હતું પોલીસે સ્થળ પર વજન કાંટાથી તોલ કરાવતા ૩.૦૯૩ કિલોગ્રામ ગાંજો હોવા નું સામે આવ્યું હતું.

પોલીસે આરોપી પાસે થી ગાંજો ૩.૦૯૩ કિલોગ્રામ જેની અંદૃાજે િંકમત ૧,૫૪,૬૫૦ થવા પામી છે એક સુઝુકી બર્ગમેન સ્કૂટર જેની િંકમત ૮૦,૦૦૦ એક સેમસંગ સ્માર્ટફોન જેની િંકમત ૨૦,૦૦૦ આમ કુલ આરોપી પાસે થી ૨,૫૪,૬૫૦નો મુદૃામાલ કબજે કર્યો હતો ગોમતીપુર પોલીસે આરોપી સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કડક પૂછપરછ હાથ ધરી છે.તપાસમાં સામે આવ્યું કે ફરદૃીન ઉર્ફે ડુગ્ગુ અગાઉ પણ વર્ષ ૨૦૨૫માં ર્જીંય્ ના ચોપડે એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ ગાંજો તેણે ગોમતીપુરના જ ફક‚દ્દિન ઉર્ફે ટકલો ઉર્ફે મુલ્લા નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હતો. આરોપી અગાઉ પણ ૨ થી ૩ વાર આ સપ્લાયર પાસેથી ગાંજો લાવીને અમદાવાદના બાપુનગર, રખિયાલ અને ગોમતીપુર વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી છે.

હાલ ગોમતીપુર પોલીસે પકડાયેલા આરોપીની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે નાસી છૂટેલા મુખ્ય સપ્લાયર ફક‚દ્દિન ઉર્ફે ટકલાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શ‚ કરી છે. જો સપ્લાયર પકડાશે તો આ ગાંજા નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાશે.