નાના ચિલોડામાં ‘ભૂતિયા ડિમોલિશન’, દુકાનો પર બુલડોઝર, અમે કર્યું જ નથી,એએમસી

અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં દુકાનો પર બુલડોઝર ફેરવવાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. દુકાનો તોડી પાડવા આવેલી ટીમે પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) તરફથી અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કર્યો હતો. જાકે, સમગ્ર કાર્યવાહી બાદ છસ્ઝ્રના એસ્ટેટ વિભાગે સ્પષ્ટતા કરી કે નાના ચિલોડામાં કોર્પોરેશન દ્વારા આવી કોઈ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી જ નથી.

સ્થાનિક શહેર માર્ગદર્શિકા મેળવવી આ ખુલાસા બાદ ઘટનાને લઈને ‘ભૂતિયા ડિમોલિશન’ની ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ છસ્ઝ્રના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ, મામલો સરકારી કાર્યવાહીનો નહીં પરંતુ ખાનગી પ્લોટ અને દુકાનો સાથે જાડાયેલા આંતરિક વિવાદનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, નાના ચિલોડા વિસ્તારમાં કેટલીક દુકાનો પર અચાનક બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. કાર્યવાહી કરનાર ટીમે સ્થાનિકોને એવી જાણકારી આપી હતી કે તેઓ છસ્ઝ્રની ટીમ છે અને વિસ્તારમાં રહેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન દુકાનોને નુકસાન પહોંચતાં સ્થાનિક વેપારીઓમાં અફરાતફરી સર્જાઈ હતી.

જાકે, બાદમાં જ્યારે એએમસીના એસ્ટેટ વિભાગ પાસેથી સમગ્ર કાર્યવાહી અંગે માહિતી મેળવવામાં આવી ત્યારે તંત્રએ આવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો.એએમસીના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે નાના ચિલોડામાં થયેલા ડિમોલિશનમાં એએમસીની કોઈ ભૂમિકા નથી. કોર્પોરેશન તરફથી આવી કોઈ ડિમોલિશન કામગીરી કરવામાં આવી નથી. એએમસીના અધિકારીઓએ સ્થળની તપાસ કરતાં પ્રાથમિક રીતે આ મામલો પ્લોટ માલિકના આંતરિક વિવાદ અને ખાનગી પ્લોટમાં આવેલી ત્રણ દુકાનો સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે રાજપૂત સિક્યુરીટીના લોકોને પણ મળીને માહિતી મેળવવામાં આવી છે.

ભાગ્યેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે એએમસીનું નામ વટાવીને જા કોઈ ખાનગી એજન્સી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તંત્ર દ્વારા હવે ઘટનામાં સંડોવાયેલા લોકો કોણ છે, તેમણે કયા આધારે કાર્યવાહી કરી અને એએમસીના નામનો ઉપયોગ કેવી રીતે કર્યો તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એએમસીના નામે બોગસ કાર્યવાહી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ તંત્ર તરફથી વાત કરવામાં આવી છે. એએમસી દ્વારા ડિમોલિશન ન કરાયું હોવાની સ્પષ્ટતા બાદ હવે ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

પ્રાથમિક રીતે મામલો ખાનગી જમીન અને પ્લોટના માલિકીના વિવાદ સાથે જાડાયેલો હોવાની વાત સામે આવી છે. સ્થાનિક સ્તરે બિલ્ડરો અથવા જમીન સાથે સંકળાયેલા પક્ષો વચ્ચેના આંતરિક વિવાદને કારણે આ કાર્યવાહી થઈ હોવાની ચર્ચા છે. જાકે, આ અંગે સત્તાવાર તપાસ પૂર્ણ થયા પહેલાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સ્થાનિક વેપારીઓએ સમગ્ર ઘટનાની તપાસ કરી દુકાનોને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.