સામાન્ય રીતે લુડો જેવી મોબાઇલ ગેમ લોકો મનોરંજન માટે રમતા હોય છે. પરંતુ ક્યારેક નાની વાત પણ એટલી મોટી બની જાય છે કે તેનો અંત ગંભીર ગુનામાં થાય છે. જેતપુરમાંથી સામે આવેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. અહીં માત્ર ૫૦૦ની લુડો ગેમને લઈને થયેલા વિવાદમાં એક યુવક પર તેના જ મિત્રએ છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રમતમાંથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં લોહિયાળ ઘટનામાં ફેરવાતા વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
આ ઘટના જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ બે યુવકો મોબાઇલમાં લુડો ગેમ રમી રહ્યા હતા. બંને વચ્ચે ?૫૦૦ની શરત પર ગેમ રમાઈ રહી હતી. ગેમ પૂર્ણ થતાં એક યુવક જીત્યો હતો. પરંતુ જીત બાદ મામલો ત્યાં જ અટક્્યો નહીં. આક્ષેપ મુજબ ગેમમાં હારેલા યુવકે જીતેલા પૈસા લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જીતનાર યુવકે પોતાના પૈસા પાછા લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. થોડી જ વારમાં આ વિવાદ હિંસક બની ગયો અને સાથી મિત્રએ છરી કાઢીને હુમલો કરી દીધો.
આ હુમલામાં મુના મકવાણા નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે.ઇજાગ્રસ્ત મુના મકવાણાએ સમગ્ર ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, “અમે ૫૦૦ વાળો લુડો રમતા હતા. તેમાં હું જીત્યો હતો. ત્યારબાદ મારા પૈસા લઈને તે ભાગી ગયો. જ્યારે મેં મારા પૈસા પાછા લીધા તો તેણે મારા પર છરીનો ઘા કરી દીધો.” તેના આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવાની તેમજ ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હુમલો કરનાર યુવક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાથમિક માહિતી મુજબ બંને યુવકો એકબીજાના પરિચિત હોવાનું સામે આવ્યું છે. જાકે, માત્ર ૫૦૦ની લુડો ગેમને લઈને થયેલા વિવાદમાં છરી વડે હુમલો થતાં સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
પોલીસ હવે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આ સમગ્ર બનાવે ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કર્યો છે કે સામાન્ય રમત કે નાની રકમને લઈને થતો ગુસ્સો ક્્યારેક કેટલી ગંભીર ઘટનામાં બદલાઈ શકે છે. મોબાઇલ ગેમમાં થયેલો સામાન્ય વિવાદ થોડા જ સમયમાં જીવલેણ હુમલામાં ફેરવાઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.હાલ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. હુમલો કયા સંજાગોમાં થયો, તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં અને સમગ્ર ઘટનાની પાછળનું સાચું કારણ શું છે, તે અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.