સુરતમાં ૨૪ વર્ષીય યુવકને ત્રણ મિત્રોએ જ પતાવી દીધો, માત્ર ગર્લફ્રેન્ડના મોબાલઈમાંથી ફોટો ડિલિટ કરવા કહ્યું હતું

સુરત,સુરતના વેડરોડ અખંડ આનંદ કોલેજ સામેની આનંદપાર્ક સોસાયટી માં આવેલી માં તારીણી મેસ માં રહી નોકરી કરતો ૨૪ વર્ષીય ઓરિસ્સાવાસી લીંગારાજમાગી બહેરા ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેની ગર્લફ્રેન્ડનાં ફોટા હમવતની મિત્ર રામકૃષ્ણ ઉર્ફે કાલીયા તારીણી બહેરાએ તેનાં મોબાઈલમાં રાખ્યા હોવાની જાણ થતાં તેણે ગત સાંજે રામકૃષ્ણ બહેરાને તેનાં મોબાઈલમાંથી ગર્લફ્રેન્ડનાં ફોટા ડીલીટ કરવા માટે જણાવ્યું હતું. જે મામલે બન્ને વચ્ચે તૂતૂ – મૈમૈ પણ થઈ હતી અને રામકૃષ્ણ એ પોતાનાં મોબાઇલમાં તારી ગર્લફ્રેન્ડનાં ફોટા નહીં હોવાનુ જણાવ્યું હતું.

આમ છતાં વિશ્ર્વાસ નહીં આવતાં ફરીવાર રાત્રે ૯.૩૦ વાગ્યાનાં અરસામાં લીંગારાજ તેનાં મિત્ર બલરામ લક્ષમણ સ્વાઇન સાથે ૨ામકૃષ્ણ બહેરાને ત્યાં પહોંચ્યો હતો. તે વેડા રામકૃષ્ણ તેનાં ભાઈ રાજેન્દ્ર અને કીટુ બહેરા બહુચર નગર સોસાયટીનાં નાકે આવેલી આર.કે ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન પાસે ઊભા હતાં. લીંગારાજ સાથે પહોંચેલા મિત્ર બલરામ સ્વાઈન દ્વારા ફોટો ડિલીટ કર્યો છે કે નહીં તે જોવા માટે રામકૃષ્ણ પાસે મોબાઈલ માંગ્યો હતો. જેથી ત્રણેય ભાઈઓએ મળી લીંગારાજ અને બલરામ સાથે ઝઘડો કર્યો હતો.

થોડા જ સમય માં ઝઘડો ખુબજ વકરી ગયો હતો. આથી રામકૃષ્ણે લીંગારાજ અને બલરામ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં રામકૃષ્ણ અને તેના બે ભાઈઓ દોડી આવી બલરામ અને લીંગારાજ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જેમાં બલરામ લક્ષ્મણ સ્વાઇનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.જ્યારે અન્ય એક યુવક લીંગારાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.

ઘટનાની જાણ ચોક બજાર પોલીસને થતા ચોક બજાર પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર ત્રણે ભાઈઓ અને ડીટેઇન કર્યા હતા.બનાવ પગલે ચોક બજાર પોલીસ દ્વારા લીંગારાજની ફરિયાદ લેવામાં આવી હતી. દરમિયાન મોડી રાત્રે સારવાર દરમિયાન યુવકનું મોત થઈ જતા પોલીસે ત્રણેય બહેરા ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.પોલીસે રામકૃષ્ણ તારીણી બહેરા અને તેનાં ભાઈ રાજેન્દ્ર બહેરા અને કીટુ બહેરા વિરુદ્ધ ઇપીકો કલમ ,૩૦૨, ૩૦૭, ૩૨૩, ૫૦૪,૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ત્રણે ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.