ભાજપે તેના સત્તાવાર એકસ એકાઉન્ટ પર અખિલેશ યાદવને વોન્ટેડ જાહેર કર્યા

લોકસભામાં સીમાંકન બિલ પડયા બાદ, ભાજપ અને સપા વચ્ચેનો રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપે તેના સત્તાવાર એકસ એકાઉન્ટ પર સપા પ્રમુખ અખિલેશ યાદવનો ફોટો પોસ્ટ કર્યો અને તેમને વોન્ટેડ જાહેર કર્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમને છેલ્લે નળ ચોરી કરતા જાવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે જવાબ આપ્યો, ભાજપના નેતાઓને દેશદ્રોહી કહ્યા હતાં.

ઉત્તર પ્રદેશના ભાજપાના એક એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યું હતું કે અખિલેશ યાદવ મહિલા અધિકારોના વિરોધી છે. તેમના પર સંસદમાં મહિલાઓના અધિકારોનો વિરોધ કરવાનો આરોપ છે અને તેઓ છેલ્લે નળ ચોરી કરતા જાવા મળ્યા હતા. આનો જવાબ આપતા, અખિલેશે લખ્યું કે ભાજપ અને તેના સાથી પક્ષો હાર સ્વીકારી શકતા નથી. તેમને ડર છે કે જ્યારે દેશની ૯૫ ટકા વસ્તી ધરાવતું પીડીએ સમુદાય ભાજપની કાર્યવાહી સામે એક થશે ત્યારે તેમનું શું થશે.

આ નકારાત્મક લોકોએ સ્વતંત્રતા પહેલા પણ દેશ સાથે દગો કર્યો હતો અને ભૂગર્ભમાં રહીને, તેને ગુલામ બનાવનારાઓની સેવા કરી હતી. તેઓએ ભૂતકાળમાં દેશ સાથે છેતરપિંડી કરીને અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને હજુ પણ કરી રહ્યા છે. તેમણે ન તો ત્યારે કોઈ હિસાબ આપ્યો હતો અને ન તો આજે આપી રહ્યા છે.