
દાહોદ,
દાહોદ શહેરમાં પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય તે માટે શહેરમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં એક મહિલા સહિત બે જણાની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા દાહોદ શહેર જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ચાઈનીઝ દોરથી ઉત્તરાયણ પર્વમાં ઘણા અકસ્માતો સર્જાતા રહે છે. ભુતકાળમાં આવા ચાઈનીઝ દોરીથી ઘણા લોકોના ગળા, હાથ, પગે વિગેરે શરીરે ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે આવા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે દાહોદ શહેરમાં આવાજ ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની દાહોદ એ. ડિવીઝન પોલીસને માહિતી મળતાં પોલીસે દાહોદ શહેરના કસ્બા પીંજારવાડા તથા દાહોદ શહેરના ગોધરા રોડ સાંસીવાડ વિસ્તારમાં ઓચિંતો છાપો મારતાં ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં જાવેદભાઈ મજીદભાઈ પીજાસ (રહે. દાહોદ, કસ્બા, પીંજારવાડા, તા.જિ.દાહોદ) અને જોશનાબેન અરૂણભાઈ સીસોદીયા (રહે. દાહોદ, ગોધરા રોડ, સાંસીવાડ, તા.જિ.દાહોદ) નાની પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા અટકાયત કરી દાહોદ એ. ડિવીઝન પોલીસે ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.