
નાણામંત્રી કનુ દેસાઈએ આજે સતત પંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું. આજે નાણામંત્રી કનુ દેસાઈએ કુલ ૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યું. વિધાનસભામાં કનુભાઈ દૃેસાઈએ રજુ કરેલ બજેટને મુખ્યમંત્રીએ આવકાર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધાનસભામાં રજૂ થયેલ બજેટને “અડગ વિશ્ર્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું” બજેટ ગણાવ્યું છે. નાણામંત્રી કનુ દૃેસાઈએ રજૂ કરેલ આ બજેટ ગત વર્ષ કરતાં ૧૦.૨ ટકા વધારે છે. મુખ્યમંત્રીએ કહૃાું કે ૨૦૨૬-૨૭નું બજેટ ગત બજેટ કરતાં ૧૦ ટકા વધીને ૪.૦૮ લાખ કરોડનું છે. આ બજેટ રાજ્યની અવિરત વિકાસયાત્રાને જનકલ્યાણના અડગ વિશ્ર્વાસથી આગળ ધપાવનારું છે. સર્વ સમાવેશી બજેટ આપવા બદલ તેમણે નાણામંત્રી કનુ દૃેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદૃાતા અને નારીશક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.જીવાયએએન મોડેલને કેન્દ્રમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે બજેટના કુલ ખર્ચના ૬૫ ટકા વિકાસલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે. આ દૃર્શાવે છે કે સરકાર વિકાસને પ્રાથમિકતા આપી રહી છે.
ત્ોમણે કહૃાું કે શિક્ષણ, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે . ૬૪ હજાર કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટના કુલ ખર્ચના ૨૦ ટકા છે. શિક્ષણ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં સરકારની પ્રતિબદ્ધતા દૃેખાય છે. આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ પર લઈ જનારું સાબિત થશે.
બીજી તરફ કોંગ્રેસના પ્રદૃેશ પ્રમુખ અમિત ચાવડાએ કહૃાું કે, ગુજરાતની પ્રજાને આશા અને અપેક્ષા હતી, તેવું કઈ થયું નથી. વર્તમાન સમયની વાસ્તવિકતાથી વિપરિત બજેટ હોવાનું જણાવ્યું હતું
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર એ નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવી સરકાર પર આકરા પ્રહાર કર્યા. શૈલેષ પરમારે જણાવ્યું કે ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં અંદૃાજે ૩૭,૦૦૦ કરોડ પિયાનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ વધારો સંતુલિત વિકાસ માટે નથી. તેમના મત મુજબ, શહેરોના વિકાસને પ્રાથમિકતા આપીને ગામડાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
તેમણે આક્ષેપ કર્યો કે શહેરી વિકાસ માટે ૭,૦૦૦ કરોડ પિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારો માટે ફક્ત ૬૯ કરોડ પિયાનો વધારો કરાયો છે. આ આંકડા દૃર્શાવે છે કે સરકારનું ધ્યાન શહેર કેન્દ્રિત છે. કાચા મકાનોને પાકા બનાવવાની સરકારની જાહેરાતો પર પણ તેમણે સવાલ ઉઠાવ્યો. “જો સરકારની નીતિ સ્પષ્ટ હોય તો બજેટમાં પૂરતો વધારો કેમ નથી?” એવો પ્રશ્ર્ન તેમણે ગૃહમાં ઉઠાવ્યો.
રાજ્યના કુટીર ઉદ્યોગ માટે ફક્ત ૮૯ કરોડ પિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે નાના અને પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો માત્ર કાગળ પર જ છે. સાથે સાથે સરદૃાર સરોવર યોજના માટેના બજેટમાં પણ નજીવો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂત વીજ સહાયમાં ૧૨૮૯ કરોડ પિયાનો ઘટાડો અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૧૩૧ કરોડ પિયાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તેમણે સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યા.
તેમણે વધુમાં જણાવ્યું કે ટેક્સની આવકમાં વધારો થયો છે, તો ૧૫મા નાણાં પંચ મુજબ રાજ્યને તેનો પૂરતો લાભ મળવો જોઈએ. પરંતુ બજેટમાં તે સ્પષ્ટ દેખાતું નથી.અંતમાં શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને રાજકીય લાભ થાય તે રીતે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વિધાનસભામાં બજેટ મુદ્દે હવે રાજકીય ઘર્ષણ વધુ તેજ બનવાની સંભાવના છે.