મુંબઈ,
બોલીવુડ અભિનેત્રી રત્ના પાઠક શાહે તાજેતરમાં જ પઠાણ ફિલ્મના ગીતને મુદ્દે થઈ રહેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે આપણે ખૂબ જ નાસમજણના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો આ જ બધુ તમારા મગજમાં ચાલતુ રહેશે તો કંઈ સારુ થશે નહીં. રત્ના પાઠક શાહે કહ્યુ કે તેઓ એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે લોકો નફરતથી થાકી જશે અને આખરે આશા તરફ પોતાનુ પલડુ ઝુકાવશે. તેમનું માનવુ છે કે આજે દરેક બાબતને રાજકીય એન્ગલ આપવામાં આવી રહ્યો છે.
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દરરોજ નફરત વેઠી રહી છે. ક્યારેક તો સકારાત્મક્તાનો સમય આવશે. ક્યારેક તો બધુ પુરુ થઈ જશે. પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીત પર વકરેલા વિવાદ વચ્ચે રત્ના પાઠક શાહે કહ્યુ કે લોકોની પાસે ભોજન નથી પરંતુ કોઈ અન્યના વ મુદ્દે વિવાદ કરવાનું ચૂક્તા નથી.