’માટીના પુત્ર’ માધવ ગાડગીલનું પુણેમાં અવસાન;મુખ્યમંત્રીએ નિધન પર શોક વ્યક્ત કર્યો

પશ્ચિમ ઘાટના સંરક્ષણ પરના તેમના કાર્ય માટે પ્રખ્યાત પર્યાવરણશાી માધવ ગાડગીલનું પુણેમાં અવસાન થયું. તેઓ ૮૩ વર્ષના હતા. ગાડગીલના પરિવારે જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બુધવારે મોડી રાત્રે પુણેની એક હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા. ગાડગીલ બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયન્સના સ્થાપક અને ગાડગીલ કમિશન તરીકે ઓળખાતા પશ્ર્ચિમ ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલના અયક્ષ હતા. માધવ ગાડગીલને પૃથ્વીના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

૨૦૨૪ માં, સંયુક્ત રાષ્ટ્રએ ગાડગીલને પશ્ર્ચિમ ઘાટ પરના તેમના નોંધપાત્ર કાર્ય માટે વાષક ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કર્યા. આ યુએનનું સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન છે. પશ્ર્ચિમ ઘાટને વૈશ્ર્વિક જૈવવિવિધતાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.

પશ્ર્ચિમ ઘાટ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે ભારતના પશ્ર્ચિમ કિનારાને સમાંતર ફેલાયેલી ૧,૬૦૦ કિલોમીટર લાંબી પર્વતમાળા છે. તે તેના સમૃદ્ધ સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે વૈશ્ર્વિક જૈવવિવિધતા કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે. ગાડગીલે ભારતના પર્યાવરણીય રીતે નાજુક પ્રદેશ, પશ્ર્ચિમ ઘાટ પર વસ્તી દબાણ, આબોહવા પરિવર્તન અને વિકાસ પ્રવૃત્તિઓની અસરનો અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા રચાયેલી પશ્ર્ચિમ ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલના અયક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ગાડગીલને ૨૦૧૦ માં પેનલના અયક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેણે પશ્ર્ચિમ ઘાટના નોંધપાત્ર ભાગને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કરવાની ભલામણ કરતો એક સીમાચિહ્નરૂપ અહેવાલ રજૂ કર્યો હતો. જ્યારે આ અહેવાલે ગરમાગરમ ચર્ચા જગાવી હતી, તે ભારતના પર્યાવરણીય ચર્ચામાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.

ગાડગીલનો જન્મ ૨૪ મે, ૧૯૪૨ના રોજ પુણેના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. તેમના પિતા, ધનંજય રામચંદ્ર ગાડગીલ, એક પ્રખ્યાત અર્થશાી અને ગોખલે સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા. માધવ ગાડગીલે ૧૯૬૩માં ફર્ગ્યુસન કોલેજમાંથી જીવવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અને ૧૯૬૫માં મુંબઈ યુનિવસટીમાંથી પ્રાણીશામાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં હાર્વર્ડ યુનિવસટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી, જ્યાં તેમણે ગાણિતિક ઇકોલોજી અને પ્રાણીઓના વર્તન પર સંશોધન કર્યું હતું.

ગાડગીલ ૧૯૭૧માં ભારત પાછા ફર્યા અને ૧૯૭૩માં ભારતીય વિજ્ઞાન સંસ્થામાં જોડાયા. તેઓ ૨૦૦૪માં આઇઆઇએસમાંથી નિવૃત્ત થયા અને બાદમાં પુણે અને ગોવા યુનિવસટીમાં અઘરકર સંશોધન સંસ્થામાં તેમનું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું. ગાડગીલને તેમના યોગદાન બદલ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા, જેમાં પદ્મ શ્રી (૧૯૮૧), પદ્મ ભૂષણ (૨૦૦૬), શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, વોલ્વો પર્યાવરણ પુરસ્કાર અને પર્યાવરણીય સિદ્ધિ માટે ટાઇલર પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા છે