જયારે બબીતાજીને કોઈએ પૂછ્યું ‘એક રાતના કેટલા.’ ત્યારે બબીતાજીએ શું કહયું જોવો.

ટીવીનો પ્રખ્યાત સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) હજુ પણ દર્શકોના મનપસંદ કોમેડી શોની યાદીમાંનો એક છે.

આ શોના દરેક કલાકાર પોતાની કોમિક ટાઈમિંગ અને ખાસ સ્ટાઈલ માટે જાણીતા છે. આ શોના કલાકારોની ફેન ફોલોઈંગ એટલી જબરદસ્ત છે કે લોકો તેમના વિશે વધુને વધુ જાણવા માંગે છે. પરંતુ કેટલીકવાર એવા લોકો હોય છે જેઓ તેમની ગરિમા ભૂલી જાય છે અને અભદ્ર ટિપ્પણીઓ કરવાથી ક્યારેય અચકાતા નથી. થોડા દિવસો પહેલા, એક ટ્રોલે બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાની એક તસવીર પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને અભિનેત્રી મુનમુન (Munmun Dutta) એ જડબાતોડ જવાબ આપ્યો હતો.

મુનમુન દત્તાને પૂછી એક રાતની કિંમત
ખરેખર, મુનમુન દત્તાએ સેટ પરથી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. આમાં તે પીળા રંગની ચોલી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યાં એક તરફ ચાહકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા ન હતા. ત્યાં એક યુઝરે ગંદી કમેન્ટ કરતી વખતે તેને ‘એક રાત કા કિતના’ પૂછ્યું હતું. આ કોમેન્ટ વાંચ્યા પછી મુનમુન દત્તા એટલી લાલઘુમ થઇ હતી કે, સોશિયલ મીડિયામાં તેને ગાળો ભાંડી હતી.

હંમેશા ચાહકો પર પ્રેમ વરસાવનાર મુનમુન દત્તા પહેલીવાર આટલી લાલઘુમ ગુસ્સામાં જોવા મળી છે. મુનમુને તે ટ્રોલને ગાળો આપતા લખ્યું, ‘તને બ્લોક કરતા પહેલા તને તારી ઔકાત બતાવાની હતી. જો તમે બહાદુર હોવ, તો આગળ આવો અને વાત કરો. અને બીજી એક વાત, તને બ્લોક કરતા પહેલા તારી ઔકાત શું છે એ તને બતાવું. આમ કહી મુનમુને તેને ઉધડો લીધો હતો. અંતમાં મુનમુને તેને કહ્યું હતું કે, ‘હવે અહીંથી તારું ખરાબ ડાચું લઈને નીકળ અને બીજે ક્યાંક જઈને તારી ગંદગી ફેલાવ.’