ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનાર દીપડો આખરે પાજરે પુરાયો.

ઘોઘંબાતાલુકાના માલુ ગોરડા શેરી પાસે થી એક દિપડો પાંજરે પુરાયો. મામાના ઘરે રક્ષાબંધન કરવાઆવેલા ભાણીયા ને માનવ ભક્ષી દિપડાએ ફાડી ખાધો હતો.જ્યાર બાદ વન વિભાગ દવારા પાંજરા મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી જેને લઈ ગત મોડી રાત્રે એક દિપડો પાંજરે પુરાયો છે.

ઘોઘંબા તાલુકાના માલુ ગામે રક્ષાબંધનની ઉજવણી કરવા આવેલ એક દીકરીએ પોતાના વહાલ છોયા પુત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો.માલુ ગામમાં બાળકને દિપડો ઉઠાવી જતા, બાળકનો ધડ અને માથા અલગ અલગ એમ મૃતદેહ મળી આવ્યો હતો.

ઘોઘંબા પંથકમાં સતત અવાર નવાર માનવ ભક્ષી દીપડા દ્વારા હુમલા કરવાની ઘટના બની રહી છે અને ઘણી વાર માનવભક્ષી દીપડાઓ દ્વારા માનવ પર હુમલા કરવામાં આવ્યા હતા ગોયાસુંડલ ,રૂપારેલ જેવા વિસ્તારોમાં માનવ ભક્ષી દિપડાએ હાહાકાર મચાવ્યો હતો જો કે ભારે જહેમત અને ગીર ની એક નિષ્ણાતો ની ટીમ ના પણ આ આદમ ખોર દિપડા ને પકડવા કામે લાગી હતી જેમાં ભારે જહેમત બાદ 2 દિપડાઓ ને ફોરેસ્ટ વિભાગે પાંજરે પુરી પાવાગઢ ખાતે આવેલા દિપડાના રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા. જો કે આપકડાયેલ દિપડો બે માસૂમ બાળકો ને મારનાર દિપડો છે કે અન્ય કોઈ બીજો દિપડો પાંજરે પુરાયો એ નક્કી કરવું મુશ્કેલ છે .