જન્મદિવસ જ બની ગયો અંતિમદિવસ,બર્થડે સેલિબ્રેશન માટે નીકળેલી નંદની સહિત ત્રણ મિત્રોના ગયા જીવ

જૂનાગઢ જિલ્લાના કેશોદ-બાલાગામ રોડ પર ઘમીદાણા ગામ નજીક આજે વહેલી સવારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ક્રિષ્નાની કારનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. જા કે, ગાડીનો કાંચ તૂટી બહાર ફંગોળાઈ જતાં ક્રિષ્નાનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ કારમાં સવાર તેના ત્રણ મિત્રો સમય રહેતા બહાર ન નીકળી શકતાં ત્યાં ને ત્યાં જ જીવતા ભડથું થઈ ગયા હતા. ચારેય મિત્રો અકસ્માતમાં મરણ જનાર નંદની પોપટના જન્મદિવસની ઉજવણી માટે માધવપુર જઈ રહ્યાં હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે આશરે ૫ વાગ્યાના અરસામાં ચાર મિત્રો નંદની પોપટ, ડેનિસ દિવરાણીયા, ઝલક મશરૂ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ક્રિષ્ના ચુડાસમા લાલ કલરની કારમાં સવાર થઈ જૂનાગઢથી માધવપુર જઈ રહ્યાં હતા. ચાર મિત્રો પૈકી નંદની પોપટનો આજે જન્મદિવસ હોવાથી ચારેય મિત્રો જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યાં હતા. ત્યાં જ કાળ સાથે ભેટો થયો.

ક્રિષ્ના સહિત ચારેય મિત્રો જૂનાગઢથી આગળ થઈ કેશોદ-બાલાગામ રોડ પર ઘમીદાણા ગામ પાસે પહોંચ્યાં ત્યાં જ પુરપાટ ઝડપે દોડતી કાર વળાંક ન કાપી શકી અને સીધી પલટી મારી ગઈ હતી. વળાંક પર કારની સ્પીડ ધીમી રાખવાની જગ્યાએ કારની સ્પીડ ખૂબ વધુ હોવાથી વળાંક પર જ પલટી મારી ગઈ અને પથ્થર સાથે જારદાર ટક્કર વાગવાને કારણે કારમાં શોર્ટ સર્કિટ કે ઈંધણ લીક થવાથી અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી.

ક્રિષ્ના ચુડાસમા માટે આ અકસ્માત નવજીવન સમાન સાબિત થયો હતો. ક્રિષ્ના કારની આગળની સીટ પર સવાર હોવાથી કારનો અકસ્માત સર્જાતા આગળનો કાંચ તોડીને બહાર ફેંકાઈ ગઈ હતી. અને તેના ત્રણેય મિત્રોને બહાર નીકળવાનો કે કઈ સમજવાનો મોકો મળે એ પહેલાં જ જાતજાતામાં આખી કાર આગની લપેટમાં આવી જતાં કારની અંદર જ જીવતા ભૂંજાઈ ગયા હતા. ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્ત યુવતીને કેશોદની સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવી હતી. જાકે, નજર સામે જ પોતાના મિત્રોને સળગતા જાઈને ક્રિષ્ના ઊંડા માનસિક આઘાતમાં સરી પડી છે.

અકસ્માતની જાણ થતાં જ કેશોદ ફાયર બ્રિગેડ, પોલીસ અને ઈમરજન્સી ૧૧૨ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કારની નંબર પ્લેટ અને મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોની ઉંમર ૨૫થી ૨૭ વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં નંદની પોપટ, ડેનિસ દિવરાણીયા અને ઝલક મશરૂનો સમાવેશ થાય છે.

ચારેય મિત્રો મિત્રના બર્થડેની ઉજવણી કરવા જઈ રહ્યાં હતા ને ત્યાં જ કાળનો ભેટો થઈ ગયો. અકસ્માતમાં જીવ ગુમાવનાર નંદની પોપટનો જન્મદિવસ આજે તેનો અંતિમ દિવસ બની ગયો છે. અકસ્માતની જાણ થતાં જ નંદનીનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. ઘરની જુવાનજાધ દીકરી તેના જન્મદિવસના દિવસે જ મોતને ભેટતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમના પરિવારજનોને જાણ કરવાની તથા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.