ગૂગલે પ્લે સ્ટોરથી 11 એપ્સને ડિલીટ કરી દીધી છે. આ એપ્સ જોકર મૈલવેયરથી પ્રભાવિત હતી. જેને ગૂગલ 2017થી ટ્રેક કરી રહ્યું હતું. ચેક પોઇન્ટના રિસર્ચરે જોકર મૈલવેયરનું નવું વોરિયંટ ડિસ્કવર કર્યું છે. જે એપ્સમાં સંતાઇ જાય છે. આ નવું અપડેટ જોકર મૈલવેયર ડિવાઇસમાં બીજા ઘણા મૈલવેયર ડાઉનલોડ કરી શકે છે. જે બદલામાં યૂઝરની પરમિશન વગર જ તેમને પ્રીમિયમ સર્વિસનો મેમ્બર બનાવી દે છે. એટલે કે હેકર્સ આ પ્રભાવિત એપ્સ દ્વારા ચુપચાપ પ્રીમિયમ સર્વિસનું સબસ્ક્રિપ્શન મેળવી લે છે, અને તેના વિશે યૂઝર્સને કોઇ જાણકારી નથી મળતી.
બતાવવમાં આવ્યું છે કે, જૂની રીતોને અપનાવીને ગૂગલ પ્લે પ્રોટેક્શનને પાસ કરી લીધી હતી. આ જોકર મૈલવેયર ગૂગલ પ્લે સ્ટોરની 11 એપ્સમાં હતા. ચેક પોઇન્ટે જણાવ્યું કે, આ એપ્સને પ્લે સ્ટોરમાથી હટાવી લેવામાં આવી છે અને કહ્યું કે જે એન્ડ્રોઇડ યૂઝર્સના ફોનમાં આ એપ્સ પહેલાથી જ ઇન્સ્ટોલ છે તેઓ તાત્કાલિક તેને ડિલીટ કરે. રિપોર્ટમાં આ એપ્સનું લિસ્ટ પણ આપવામા આવ્યું છે, જેને ચેક કરીને તમે આ એપ્સને પોતાના ફોનમાંથી હટાવી દો…
>>com.imagecompress.android
>>com.contact.withme.texts
>>com.hmvoice.friendsms
>>com.relax.relaxation.androidsms
>>com.cheery.message.sendsms (दो अलग-अलग रूप)
>>com.peason.lovinglovemessage
>>com.file.recovefiles
>>com.LPlocker.lockapps
>>com.remindme.alram
>>com.training.memorygame
ચેક પોઇન્ટે કહ્યું કે, ગૂગલ પ્લેના સિક્યોરિટી ફિચર્સ છતા જોકર મૈલવેયરને શોધવો હજૂ પણ મુશ્કેલ કામ છે. અને હેકર્સ ખુબ જ સરળતાથી તેને ફોનમાં ફરીથી લાવી શકે છે.