સત્તાધીશોએ ઉકાઈમાંથી તાપીનું ૧,૩૯૬.૭૮ કરોડ લીટર પાણી દરિયામાં છોડી દીધું

સરકારી તંત્રની માનસિક નાદારીના ઉત્તમ નમૂનો ઉકાઈના સત્તાધીશોએ રજૂ કર્યો છે. તેમણે ઉકાઈ ડેમમાં ૧,૩૯૬.૭૮ કરોડ લીટર પાણી દરિયામાં જવા દીધું છે. આ પાણી વાસ્તવમાં સમગ્ર સુરત શહેરને ચાલે તેટલું હતું. ઉકાઈના ઉપરવાસમાં અવિરત વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક કરતા જાવક વધી હોય તેવો ગાઢ સર્જાયો છે. વરસાદ પડતા રૂલ લેવલની સપાટી ભય લેવલ નજીક પહોંચી જતાં પાણીનો સંગ્રહ કરવા ને બદલે પાણી છોડાતા ૧,૩૯૬.૭૮ કરોડ લીટર પાણી તાપીનદી મારફતે દરિયામાં ભળી ગયું છે

સપાટી ઉપર એક નજર કરીએ તો ઉકાઈની સપાટી ૧૨ ફૂટ વધે તેટલું પાણી ૧૪ દિવસમાં સત્તાધીશો દ્વારા તાપીનદીમાં છોડી પાણી જતું કરાયું છે, ચોક્ક્સ આંકડા મુજબ ૧,૩૯૬.૭૯ એમસીએમ પૈકી ૮૭૬.૫૩ દરવાજા, ૫૦૧ હાઈડ્રો, ૧૮.૯૬ એમસીએમ કેનાલ મારફતે પાણી વહાવાયું છે. ઉકાઈ માથી મળતી માહિતી મુજબ ઉકાઈમાં ઉપરવાસમાં ભારે વરસાદ રહ્યો છે , પાણીની સપાટી ૧૨ ફૂટ વધે તેટલું પાણી વીતેલા ૧૪ દિવસમાં ડેમમાંથી તાપીનદીમાં છોડી દેવાયુ છે. તો બીજી તરફ તાપી નદી મારફતે આ પાણી દરિયામાં વહી ગયું છે. સ્પષ્ટ શબ્દોમાં વાત કરીયે તો વીતેલા ૧૪ દિવસમાં ઉકાઈ ડેમમાંથી અધધધ ૧,૩૯૬.૮૭ કરોડ લીટર પાણી દરિયામાં વહાવી દેવાયું છે.

જાણકારો નું કહેવું છે કે જો આ પાણી નો સંગહ કર્યો હોત તો આગળ જતા ખુબજ ઉપયોગી નીવડતે આ પાણી. સત્તાધીશો દ્વારા ગત ચોથી ઓગસ્ટથી હાઈડ્રો મારફતે સત્તત પાણી છોડવામાં આવી રહ્યુ છે ,સૌ પ્રથમ બે હાઈડ્રો શરૂ કરાયા હતા. અને ત્યાર બાદ ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું જેના કારણે વધતાં વરસાદે ડેમના સત્તાધીસો ને ડેમ ના દરવાજા ખોલવાની ફરજ પાડી હોય તેમ પાણી છોડવાનો આરંભ કરાયો અને શરૂઆતમાં ચાર દરવાજા અંદાજે ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. ત્યાર બાદ તબક્કાવાર નવ દરવાજા ખોલવામાં આવ્યા હતા.

જોકે, અને જો હાલની સ્થિતિ પર નજર કરીએ તો બે દિવસ પહેલા ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી જતાં દરવાજા બંધ કરી દેવાયા છે. હવે ચોથી ઓગસ્ટના રોજ હાઈડ્રો શરૂ કરાયા બાદ ઉકાઈ ડેમમાંથી હાઈડ્રો, દરવાજા અને કેનાલ મારફતે કુલ ૧,૩૯૬ એમસીએમ પાણી છોડવામાં આવ્યું છે. જે પૈકી ૮૭૬.૫૩ એમસીએમ દ૨વાજા મારફતે, ૫૦૧.૩૦ એમસીએમ હાઈડ્રો અને ૧૮.૯૬ એમસીએમ કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે.

એક અંદાજ મુજબ જાણકારો નું માનવું છે કે ચોથી ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધીમાં જેટલું પાણી છોડી મૂકવામાં આવ્યું તેટલા પાણીનો સંગ્રહ કરવામાં આવતે તો ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ૧૨ ફૂટ વધી જતે ,જોકે, ડેમમાં રૂલ લેવલ જાળવવું પણ અનિવાર્ય છે. રૂલ લેવલ મેન્ટેન કરવામાં નહીં આવે અને ઉપરવાસમાં ભારે વરસાદ પડે તથા પાણીની આવક વધી જાય તો તેવા કિસ્સામાં એક્સાથે મોટી માત્રામાં પાણી છોડવાની નોબત આવી શકે. આમ તો ડેમ તંત્ર ૨૦૦૬થી રૂલ લેવલની સપાટી નિયંત્રણમાં માં રાખે છે,આ સાથે જ પાણીની આવકને ધ્યાને રાખીને પાણી છોડવાનો નિર્ણય લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧,૩૯૬ એમસીએમને લીટરમાં ફેરવવામાં આવે તો ૧૩૯૬.૭૮ કરોડ લીટર થાય છે. એટલે કે, ડેમમાંથી ૧,૩૯૬.૭૮ કરોડ લીટર પાણી તાપીનદી મારફતે દરિયામાં વહાવી દેવાયું છે.જો એજ પાણીનો સંગ્રહ થતે તો ઉનાળું તરસ્યો ન જાત.