સંતરામપુર તાલુકાના નર્સિંગપુર કાળીયા નદીમાં પગ લપસી જવાથી નદીમાં પડતા આધેડ ડૂબીયો 18 કલાક પછી મૃતદેહ મળ્યો

સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામના ખુટડીયા ફળિયામાં રહેતા કસ્તુરભાઈ સનાભાઇ દંતાણી ખેડા માતાના મંદિરે થી ઘરે પરત આવતી વખતે નદીના પૂલડા ઉપરથી પગ લપસી જતા નદીમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા તેમના પરિવારોની આ ઘટનાની ખબર પડતા પોલીસને જાણ કરી હતી. પરિવારોને પોલીસ નદીમાં પડી ગયેલા કસ્તુરભાઈને શોધવા લાગેલા હતા પરંતુ મળી ના આવેલા હતા. કાળીયા નદી પરથી ઢાલા બજારના સામેના કિનારાથી બે થી ત્રણ કિલોમીટર અંતર કાળીયા નદી માંથી કસ્તુરભાઈનો મૃતદેહ મળી આવેલો હતો. પોલીસને 18 કલાક પછી આ મૃતદેહ મળી આવેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આજુબાજુના લોકોની મદદથી મૃતદેહ બહાર કાઢીને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવેલું હતું અને તેમના પરિવારોને સોંપવામાં આવેલું હતું. પોલીસે એડી દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી આ કાળીયા નદી ઉનાળામાં ખાલી ખમ અને સૂકા જતી હોય છે, પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે નદીમાં પાણી વધારે આવવાથી જોખમીકારક બની અત્યારે પણ પુલડું તૂટી જવાના કારણે પસાર થતા લોકો માટે જોખમીકારક બન્યો