અષાઢ કૃષ્ણપક્ષની કુંડળી જોઇએ તો શુક્ર કર્મસ્થાનમાં સ્વગૃહી બળવાન છે. 5માં સ્થાને ચંદ્ર – ગુરુ – કેતુ ચંડાળયોગ છે. 11મે સૂર્ય – બુધ – રાહુ છે. છઠ્ઠે શનિ સ્વગૃહી છે. 8મે મંગળ છે જેના પર શનિની અશુભ દ્રષ્ટી છે. લગ્નેશ સૂર્ય 11મે લાભ સ્થાને બુધ – રાહુ સાથે છે.
લગ્નેશ સૂર્ય છે તેથી દેશના રાજા (વડાપ્રધાન) માટે શુભ છે, બળવાન છે તેથી આ સમયગાળામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશના સંરક્ષણ તેમજ આર્થિક વ્યાપારી, ઉદ્યોગ ક્ષેત્રે ઘણા મહત્વના કદમ ઉઠાવશે અને ભારતની સ્થિતિ ઘણી મજબૂત બને અને દુનિયા પર પ્રભાવક બને તેવી સ્થિતિ સર્જાય. અને પાકિસ્તાન આપણા દેશની સરહદોને અડપલાં કરે યા પગપેસારો, ઘૂસણખોરી કરે તો તેના દાંત ખાટા કરી શકાય તેવી વ્યૂહરચના રચાશે.
ભારતીય સેના જળ – સ્થળ – આકાશ મોરચે સુસજ્જ છે અને ચીનને બરાબરનો પાઠ ભણાવી શકે તેમ છે. ચીનના ખંધા જો મુર્ખાઇ કરે તો ભારે મુશ્કેલી તેને ભોગવવી પડશે. આર્થિક રીતે નબળા ચીનમાં આંતરિક પરિસ્થિતિ પણ સરકાર વિરોધી થશે. જેથી દેખાવો, આંદોલનોનો સામનો કરવો પડે. ચીનના માંધાતાઓને ઘણી મુશ્કેલી ઝીલવી પડશે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મનો મંગળ બળવાન છે તેથી જો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો વડાપ્રધાન મજબૂત રીતે લડી શકે તેમ છે અને દેશના વિજય માટે તેઓ આધુનિક શસ્ત્રઅસ્ત્રો અજમાવશે. ભારત માતાનો વિજયકાર થાય તેવા યોગો છે તેથી ચિંતાને કારણ નથી.
વ્રત તહેવાર
સોમ તા. 6 – સૌરાષ્ટ્રમાં મોળાકંત પારણા.
મંગળ તા. 7 – જયા પાર્વતી- મોળાક્ત જાગરણ.
બુધ તા. 8 – જયા પાર્વતી મોળાક્ત પારણા.
ગુરૂ તા. 9 – ચતુર્થી
શુક્ર તા. 10 – નાગપંચમી
શનિ તા. 11 – પંચક.
રવિ તા. 12 – ભાનુ સપ્તમી.
મંત્ર પ્રભાવ
આ મહિનામાં શનિ સ્વગૃહી છે તેથી શનિ મંત્રના જાપ કરી પોતાની આર્થિક – વ્યવસાયિક અને સામાજિક સ્થિતિ માટે સાનુકુળતા રહેશે.
શનિ મંત્રના જાપ શ્રેષ્ઠ છે.
ઓમ્ શં શનેશ્વરરાય નમઃ
આ મંત્રના જાપ 1008 રોજ કરવાથી શનીની સમસ્યા હળવી બને અને શારીરીક માનસિક આરોગ્ય ચિંતા દૂર થાય.