શહેરા,
શહેરા બેઠક પર વિધાનસભાની ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે ચાર જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. આ બેઠક પર 7 જેટલા ઉમેદવાર માંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અપક્ષ સહિત 3 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું.
શહેરા વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારીને વિજય મુહૂર્તમાં ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી એન.કે. પ્રજાપતિ સમક્ષ બે અપક્ષ અને એક અન્ય રાજકીય પક્ષ મળીને કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જોકે, કોંગ્રેસ માંથી ટિકિટ નહીં મળતા અપક્ષ માં ઉમેદવારી કરનાર પર્વતસિંહ ચૌહાણ એ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા તેઓ આવનાર દિવસમા કયા રાજકીય પક્ષને તેઓ ટેકો આપશે તેના પર સૌની મીટ મંડાઇ છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને ત્રીજો પક્ષ એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. તેમજ ભારતીય જન પરિષદ પાર્ટીના ઉમેદવાર પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે મતદારો કયા રાજકીય પક્ષના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે, તે તો 8 ડિસેમ્બરે મત ગણતરીના દિવસે ખબર પડી જશે તેમ છે. હાલ તો એક સમયના ખાસ મિત્ર તરીકે ઓળખાતા ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ અને કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી આમને સામને ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણી તીવ્ર રસાકસી ભરી બની રહેતો નવાઈ નહી.
બોક્સ…..શહેરા વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચાર જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા.
- જેઠાભાઈ ભરવાડ :- ભારતીય જનતા પાર્ટી
- ખાતુભાઈ પગી :- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
- તખતસિંહ સોલંકી :- આમ આદમી પાર્ટી
- સુરેશભાઈ પરમાર :- ભારતીય જન પરિષદ પાર્ટી પાર્ટી
બોક્સ..શહેરા માં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા તેની નામની યાદી..
- પર્વતસિંહ ચૌહાણ :- અપક્ષ
- શારદાબેન તખતસિંહ સોલંકી :- અપક્ષ
3.પરમાર ભુપેન્દ્રભાઈ રાજેશકુમાર :- બહુજન સમાજ પાર્ટી