![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-35.jpg)
તાપી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી ડોલવણ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી (TDO) વી.એન. ડોડીયાને તેમની ચેમ્બરમાંથી 12 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ભ્રષ્ટાચારનો આ કિસ્સો પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળના જાહેર શૌચાલય અને ATVT યોજના અંતર્ગત પાણીના કામના કુલ 6 લાખ રૂપિયાના બિલ સાથે જોડાયેલો છે. TDOએ આ બિલ પર સહી કરવા માટે લાંચની માગણી કરી હતી. ACBની ટીમે મળેલી બાતમીના આધારે છટકું ગોઠવ્યું અને અધિકારીને લાંચ લેતા પકડી પાડ્યા હતા.
આ કાર્યવાહીથી તાલુકા પંચાયત કચેરીમાં સોપો પડી ગયો છે અને અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ACBની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામેનો એક કડક સંદેશ છે. સરકારી યોજનાઓના બિલ મંજૂર કરવા માટે લાંચની માગણી કરનાર TDO સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના દર્શાવે છે કે ભ્રષ્ટાચાર સામે