બાલાસિનોરમાંથી હાથીના દાંત વેચવાની પેરવી કરતાં ૫ આરોપીઓ ઝડપ્યા

જિલ્લાના બાલાસિનોરમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા ૫ ઈસમોને બાલાસિનોર વન વિભાગે ઝડપી પાડ્યા છે. મહીસાગર ફોરેસ્ટ અને મુંબઈ વાઈલ્ડ લાઈફ ક્રાઇમ વિભાગે બાલાસિનોરમાંથી હાથીના ચાર દાંત કબ્જે કર્યા છે. બાલાસિનોર ફોરેસ્ટ ટીમ દ્વારા મુંબઈ વાઈલ્ડ લાઈફ ક્રાઇમ દ્વારા વેપારી બની છટકું ગોઠવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી ૪ હાથીના દાંત કબ્જે કરી ફોરેસ્ટ વિભાગ દ્રારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાલાસિનોર એફએફઓ જુહી ચૌધરીએ આ મુદ્દે જણાવતા કહતું હતું કે, તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ લુણાવાડા નાયબ સંરક્ષકના દ્વારા બાતમી મળી હતી. જેમાં જાણવા મળ્યું હતું જે, હાથી દાંતના લે વેચનો ગુનો થઈ રહ્યો છે. અને ડબ્લ્યુસીસીબીનાવાઇલ્ડ લાઈફ બ્યૂરો મુંબઈના ન્યુઝ મળતા અને ત્યાંનાં કર્મચારી દ્વારા અહીં આવતા અમે એક છટકું ગોઠવ્યું હતું, હાથી દાંતનું ખરીદી કરવાનું અને એક છટકું ૨૦ લાખમાં ગોઠવેલું હતું.

બાલાસિનોરના ઈદ્રિશભાઈ સાથે વાત થઈ, બીજા સેવાલિયાના બે શક્સ બાલાસિનોર સુધી એમને ત્યાં સુધી પહોચાડ્યા, વેપારીના રૂપમાં અમારા કર્મચારીઓ હતા. પહોંચાડીને હાથી દાંત બતાવવાના હતા, પછી ડીલ કેન્સલ કરી હતી. અમારો સ્ટાફ આજુબાજુ પ્રાઈવેટ કપડાં અને ગાડીઓમાં ફરતો હતો. ત્યારબાદ ઈદ્રિશભાઈના ઘરે રેડ કરી હતી. રેડ કરતાં ઈદ્રિશભાઈએ જણાવ્યુ હતું કે, હાથી દાંત મારી પાસે નથી, પરંતુ પાયગામાં રહેતા અમારા પાર્ટનર સુલતાન અહમદ ગુલામનબીના ઘરે છે. જેથી ટીમ દ્વારા રાત્રે ૩.૩૦ કલાકે અહમદના ઘરે રેડ કરતા અહમદની પત્ની સાહિદાબાનુ પાસેથી હાથીના દાંતના ૪ ટુકડા મળી આવ્યા હતા. ૪ હાથી દાતના ટુકડા કબજે લેવાયા: વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ આરોપીઓ પાસેથી ૪ હાથી દાતના ટુકડા કબજે લેવાયા હતા.

વાઇલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈના કર્મચારીઓએ વેપારી બનીને હાથીના દાંતના ૪ ટુકડાની કિંમત ૨૦ લાખ નક્કી કરી હતી, પરંતુ આરોપીઓ રંગે હાથ ઝડપાઈ જતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. સેફીભાઈ શેખ, અખ્તર હુસેન તાજમહંમદ શેખ, સાહિસ્તાબાનો સુલતાન અહમદ શેખ, સુલતાન અહેમદ શેખ સામે ગુનો નોંધી આ શખ્સો હાથી દાંત ક્યાંથી લાવ્યા તેની તપાસ બાલાસિનોર ઇર્હ્લં જુહી ચૌધરી દ્વારા કરાઇ રહી છે.