પાકિસ્તાની રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સેના વિરૂદ્ધ ખોલ્યો મોરચો!, બે બિલો પર હસ્તાક્ષર ના કર્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી(President Arif Alvi)એ રવિવારે એક ચોકાવનારો ખુલાસો કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, તેમણે આધિકારિક ગોપનીયતા અઘિનિયમ અને પાકિસ્તાન સેના અઘિનિયમમાં સંશોધન કરવાના બે બિલો પર પોતાની હસ્તાક્ષર નથી કર્યા. કારણ કે, આ બે કાયદાને લઈને તેમની અસહમતી હતી. પોતાના કર્મચારીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ‘અલ્લાબ બધુ જાણે છે.’ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ Pakistan Tehreek-e-Insaf (પાર્ટી)ના સભ્ય અને પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ખાસ એવા રાષ્ટ્રપતિ અલ્વીના આ નિર્ણયને સેના તરફનો એક પ્રકારનો વિદ્રોહ માનવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ખુલાસો આપતા કહ્યું કે, તેમના કર્મચારીઓને બિનઅસરકારક બનાવવા માટે નિર્ધારિત સમયમાં સહી કર્યા વિના બિલ પરત કરવા સૂચના આપી. અલ્વીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ, જેને પહેલા ટ્વિટર નામથી ઓખવામાં આવતું હતું તેના પર એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે, ‘મે અધિકારિક ગોપનીયતા સુધારા બિલ, 2023 અને પાકિસ્તાન સેના સુધારા બિલ, 2023 પર હસ્તાક્ષર નથી કર્યા, કારણ કે, હું આ કાયદાથી અસહમત છું’

આ પહેલા, પાક. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અલ્વીએ શનિવારે અધિકારિક ગોપનીયતા સુધારા બિલ, 2023 અને પાકિસ્તાન સેના સુધારા બિલ, 2023 પર પોતાની સહમતી આપી દીધી છે. ડોન સમાચારપત્ર પ્રમાણે, વિપક્ષી સાંસદોની આલોચના વચ્ચે કાયદાની આ ભાગને સેનેટ અને નેશનલ એસેમ્બલી બન્નેએ મંજૂરી આપી દીધી હતી. અધિકારિક ગોપનીયતા સુધારા બિલ, પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના સભ્યો, બાતમીદારો અથવા સ્ત્રોતોની ઓળખ અનધિકૃત રીતે જાહેર કરવાનો નવો ગુનો દાખલ કરે છે.

આ ગુના માટેની સજામાં ત્રણ વર્ષની જેલ અને 10 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ થઈ શકે છે. આ પ્રમાણે, પાકિસ્તાન સેના અધિનિયમ સુધારો પાકિસ્તાનની સશસ્ત્ર દળોની સુરક્ષા અથવા હિત માટે પ્રતિકૂળ માહિતી જાહેર કરવા માટે પાંચ વર્ષ સુધીની સખત કેદની મંજૂરી આપે છે. રિપોર્ટ પ્રમાણે, નવા સુધારો સેના પ્રમુખને વધારે સત્તા આપે છે અને ભૂતપૂર્વ સૈનિકોને સૈન્યના હિતો સાથે સંઘર્ષ કરતા રાજકારણ અથવા સાહસોમાં સામેલ થવાથી પ્રતિબંધિત કરે છે. આ સિવાય, આમાં સેનાની માનહાની કરવા માટે કારાવાસનું પ્રાવધાન પણ સામેલ છે.

પાક રાષ્ટ્રપતિનું આ બયાન પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશીની ધરપકડ બાદ આવ્યું છે. જે પૂર્વ વિદેશ મંત્રી અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન વિરુદ્ધ આધિકારિક ગુપ્તતા અધિનિયમના કેસ સાથે સંબંધિત છે. એક અમેરિકન સમાચાર એજન્સી ધ ઈન્ટરસેપ્ટે ઈમરાનના કબજામાંથી કથિત રીતે ગુમ થયેલ રાજદ્વારી કેબલ પ્રકાશિત કરીને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી.