દિલ્હી CMએ વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો:AAPની લિકર પોલિસીથી દિલ્હી સરકારને 2000 કરોડનું નુકસાન થયું, સિસોદિયાએ સલાહને ઇગ્નોર કરી

મંગળવારે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે, લિકર પોલિસી પર CAG રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો. એલજી વીકે સક્સેનાએ કહ્યું કે જૂની સરકારે આ રિપોર્ટને હોલ્ડ પર રાખ્યો હતો. તેને ગૃહમાં મૂકવામાં આવ્યો ન હતો. તેમણે ખુલ્લેઆમ બંધારણનું ઉલ્લંઘન કર્યું.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી લિકર પોલિસીને કારણે દિલ્હી સરકારને 2000 કરોડનું નુકસાન થયું છે. પોલિસી નબળી હતી અને લાઇસન્સિંગ પ્રક્રિયા ખામીયુક્ત હતી. નિષ્ણાત પેનલે પોલિસીમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા, જેને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઇન્ગોર કર્યા હતા

ગૃહમાં અગાઉ વિરોધ પક્ષ AAP એ મુખ્યમંત્રી ગૃહમાં ભગતસિંહ અને આંબેડકરની તસવીરનાં મુદ્દા પર હોબાળો મચાવ્યો હતો. જ્યારે LG VK સક્સેના ભાષણ આપી રહ્યા હતા, ત્યારે AAP ધારાસભ્યોએ મોદી-મોદીના નારા લગાવ્યા. આ પછી, વિપક્ષના નેતા આતિશી સહિત 13 AAP ધારાસભ્યોને આખા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

ગૃહમાંથી બહાર આવ્યાં પછી, આતિશીએ કહ્યું કે મુખ્યમંત્રી ગૃહમાંથી ભગત સિંહ અને આંબેડકરની તસવીરો કેમ હટાવવામાં આવી. શું પીએમ મોદી બાબાસાહેબ આંબેડકર કરતાં મોટા છે? તેમણે કહ્યું કે AAP સરકાર દરમિયાન દરેક સરકારી કચેરીમાં ભગતસિંહ અને આંબેડકરના ફોટા લગાવવામાં આવ્યા હતા.