જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ

જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરએ પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થતી ખેત પેદાશોના વેચાણમાં વૃદ્ધિ કરવા જરૂરી ઉપાયો માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

બેઠક અંતર્ગત જીલ્લામાં પ્રાકૃતિક ખેતી માટેના તાલીમ કાર્યક્રમો અને નવા જોડાયેલ પ્રાકૃતિક ખેડૂતો વિશે માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા, જીલ્લા ખેતીવાડી અધિકારી, ઇન્ચાર્જ આત્મા પ્રોજેક્ટ અધિકારી, નાયબ બાગાયત નિયામક, પશુપાલન અધિકારી સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.