પ્રધાનમંત્રી મોદીએ ભાજપ હાઈકમાન્ડને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શન અંગે વિસ્તૃત સમીક્ષા કરવાની સલાહ આપી છે.
2022 માં યુપી સહિત સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
- છ રાજ્યોમાં ભાજપની સરકાર
- ભાજપને આ રાજ્યો ગુમાવવાનો ડર
- અત્યારથી પ્રધાનમંત્રી મોદીએ કમાન સંભાળી
- ભાજપ હાઈકમાન્ડ અને કાર્યકરોને આ આદેશ આપ્યો
મોદીએ પાર્ટી કાર્યકરોને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનો આદેશ આપ્યો
સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રી મોદીએ પાર્ટી કાર્યકરોને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનુ પણ જણાવ્યું છે. ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, યુપી અને મણિપુરની ચૂંટણીને લઈને ભાજપ અધ્યક્ષ નડ્ડાએ એક બેઠક બોલાવી છે. બેઠકમાં કોરોના કાળ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા જનહિતના કામોથી લોકોને વાકેફ કરાવવાનું નેતાઓને કહેવાયું. બંગાળ સહિત ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ લેવાનું પણ નેતાઓને કહેવાયું છે.
રાષ્ટ્રીય મહાસચિવોની બેઠકમાં લેવાયેલા પાંચ નિર્ણય
(1) કેન્દ્ર અને રાજ્ય સરકારોના કામોથી લોકોને વાકેફ કરાવવામાં આવે.
(2) જે ઠેકાણે ભાજપ ચૂંટણી હાર્યો છે ત્યાંથી બોધપાઠ લેવામાં આવે.
(3) જ્યાં ભૂલો થઈ હોય ત્યાંથી શીખવામાં આવે.
(4) કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા પાયે વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન કરવામાં આવશે
(5) જુની ભૂલોથી બોધપાઠ લઈને આગામી રણનીતિ પર કામ કરવું જોઈએ.
(6) પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકોને સંબોધિત કરશે.
બેઠકમાં મહાસચિવોને કહેવાયું કે જુની ભૂલોથી બોધપાઠ લઈને આગામી રણનીતિ પર કામ કરવું જોઈએ.
કોરોનાને ધ્યાનમાં રાખીને ભાજપ મોટા પાયે ચૂંટણી રાજ્યોમા વર્ચ્યુઅલ સભાઓના આયોજનની તૈયારીમાં છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકોને સંબોધિત કરવાના છે. આ રેલીઓને એકીસાથે દરેક વિધાનસભામાં પ્રસારણ કરવાની પણ યોજના બનાવાઈ છે.