ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 1.82 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામેથી એસ.ઓ.જી પોલીસે ખેતરમાં વાવેતર કરેલા રૂ.1.82 લાખ ના ગાંજાના છોડના જથ્થા સાથે એક શખ્સ ને પકડી પાડ્યો હતો અને તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 

નાર્કોટિક્સ લગતીબદી નેસ્તનાબુદ કરવા માટે પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી એમ એસ ભરાડા અને એસ.પી ડૉ લીના પાટીલ સૂચના ને પગલે ગોધરા એસ.ઓ.જી પોલીસ ઇસ્પેક્ટર કે પી જાડેજા અને તેમની ટીમ વોચમાં હતી તે વખતે ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામે ભયલાભાઈ બલુભાઇ મતિયા ના કબજા ભોગવટા ના ખેતરમાં ગાંજાના છોડ નું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે તેવી બાતમી હકીકત આધારે પોલીસે રેડ કરી ખેતરમાંથી ગાંજાના છોડ નું વજન 18 કિલો 251 કિલો ગ્રામ જપ્ત કર્યા હતા રૂ.1,82,510 ના 18.251 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ભયલાભાઈ બલુભાઇ મતિયા ને પોલીસે પકડી પાડ્યો હતો અને તેની સામે NDPS એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે દામાવાવ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવ્યો છે

Don`t copy text!