ગોધરામાં થયેલા નીટ પરિક્ષા કૌભાંડ મામલે સમગ્ર મામલો CBI દ્વારા તપાસમાં લીધા બાદ હવે ફરી એકવાર CBI ની ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી હતી. CBI ના 6 અધિકારીઓ દ્વારા તપાસનો દોર આગળ વધારીને વધુ લોકોની પુછપરછ કરાઈ રહી હોવાની વિગતો જાણવા મળી છે. CBI ના પાંચ અધિકારીઓ ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. જેમાંથી ચાર પુરુષ અને એક મહિલાના નિવેદનો લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
ગોધરા ખાતે નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર રચવાના કેસમાં CBI તપાસ તેજ બની છે. CBI ના છ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. આવી પહોંચી ગોધરા સર્કિટ હાઉસ ખાતે CBI ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે ગોધરા સર્કિટ હાઉસ બોલાવાયા હતા. આ મામલે CBI દ્વારા તુષાર ભટ્ટ, આરિફ વોરા, પરશુરામ રોય, વિભોર આનંદ,પુરુષોત્તમ શર્મા અને છેલ્લે શાળા સંચાલક દિક્ષીત પટેલની અટકાયત કરાઈ હતી. હાલમાં CBI દ્વારા 8000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. આરોપીઓના વકીલને પણ પેન ડ્રાઈવમાં તેની નકલ આપવામાં આવી છે.