ગુજરાત સરકારની મોટી જાહેરાત ! પોલીસ વિભાગમાં 7610 પદ ઉપર થશે ભરતી

ગુજરાતમાં સરકારી ભરતીઓ મુદ્દે યુવાનો આંદોલનના માર્ગે છે. સમગ્ર ગુજરાતમાં બેરોજગાર યુવાનો વિવિધ પ્રકારે સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. વિવિધ સરકારી ભરતીઓ કાંતો એટકેલી પડી છે અથવા તો પછી લટકેલી પડી છે. તેવામાં વિપક્ષ અને ગુજરાતી યુવાનો આંદોલનના માર્ગેટ સરકારને ઘેરી રહ્યા છે. વિવિધ ભરતીઓને ક્લિયર કરાવવા ઉપરાંત નવી ભરતીઓ બહાર પાડવા અને ઝડપથી સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરવા માટે દબાણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર માટે આ મુદ્દો ગળાનું હાડકુ બની ચુક્યો છે.

આ તમામ વિવાદ વચ્ચે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર છે. રાજ્યના પોલીસ મહેકમમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્ય પોલીસમાં 7610 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા મંજુર કરવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૃહ વિભાગ દ્વારા આ મંજુરી અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી પોલીસ ભરતી કરવા ઇચ્છતા યુવાનો માટે આ મોટા અને મહત્વના સમાચાર છે.