સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલાએ તેના નવા સ્માર્ટફોન મોટોરોલ વન વિઝન પ્લસ(Motorola One Vision Plus) નું લોન્ચિંગ કર્યું છે. કંપનીએ આ ફોનને મિડલ ઈસ્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે આમાં 4000mAhની બેટરી અને 3 કેમેરા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગત વર્ષે ભારતમાં લોન્ચ કરે Moto G8 Plus રિબ્રાન્ડેડ વર્ઝન છે. ફીચર્સની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ પ્રમાણે મોટોરોલા વન વિઝન પ્લસમાં 6.3 ઇંચનું ફુલ એચડી+(1080×2280 પિક્સલ) આઈપીએસ એલસીડી ડિસ્પ્લે છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર+4 જીબી રેમ છે. ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. જેમાં માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી 512 જીબી સુધી વધારવામાં આવી શકે છે.
રિપોર્ટ પ્રમાણે આ ફોન એન્ડ્રોઇડ 9 પાઈ પર કામ કરે છે. ગ્રાહક આ ફોનને કોસ્મિક બ્લૂ અને ક્રિસ્ટલ પિંક કલરમાં ખરીદી શકે છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો ફોનમાં રિપોર્ટ મુજબ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 16 મેગાફિક્સલ એક્સન કેમેરા અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેંસર કેમેરા છે. સેલ્ફી કેમેરા 25 મેગાપિક્સલનો છે.
ઉપરાંત, બેટરીની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર ફોનમાં 4000mAh બેટરી આપવામાં આવી છે. જે 15W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે સિંગલ ચાર્જમાં બેટરી 40 કલાક સુધી ચાલી શકે છે. કિંમતની વાત કરીએ તો 4જીબી રેમ+128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ ફોનની પ્રાઇસ AED 699 એટલે કે લગભગ 14,300 રૂપિયા સુધી બતાવવામાં આવી રહી છે.