ગોધરા, આ પ્રોગ્રામ માં કલેક્ટર-( ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ)ને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં આશરે 75 થી પણ વધારે ડોકટરોની હાજરી હતી. આ પ્રોગ્રામમાં લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઝાયડસ હોસ્પિટલના ડો. અંકુર વાગડીયા લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડો.મનીષ ડાભી કિડની સ્પેશ્યલિસ્ટ ( નેફ્રોલોજિસ્ટ )અને ડો.હરેશ ઠુમ્મર યુરોલોજિસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન તેમના કુશળ અનુભવ દ્વારા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને અંગદાનની ખુબજ અગત્યની માહિતી પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર ( ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) દ્વાર પણ ગોધરા અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં સમાજને અંગદાન ના મહત્વ નો એક ખુબજ સરસ સંદેશ આપ્યો હતો. જેમાં અંગદાન પણ એક મહાન દાન છે અને એ માટે બધાએ ભેગા મળીને એક પહેલ કરવી જોઈએ અને એના થી બહુ બધા પીડિતોની ઝીંદગી બચાવી શકાય છે. એવો સંદેશ પાઠવ્યો હતો.