ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે ૧૦૦૦ મેટ્રિકથી વધારે ચોખા- મકાઈની સહાય કરી

ભારત સરકારે દુષ્કાળગ્રસ્ત મલાવીમાં ૧,૦૦૦ મેટ્રિક ટન ચોખા મોકલાવીને સહાય આપી છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકન કેટલાક દેશો દુષ્કાળથી પ્રભાવિત થયા છે. આ દેશમાં પાકને મોટું નુક્સાન થયું છે અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર થઈ છે. ભારત સરકારે દુષ્કાળગ્રસ્ત મલાવીમાં ૧,૦૦૦ મેટ્રિક ટન ચોખા મોકલાવીને સહાય આપી છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકન કેટલાક દેશો દુષ્કાળથી પ્રભાવિત થયા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર જણાવ્યું હતું કે અલ નીનોની અસરથી સર્જાયેલા ગંભીર દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે ૧૦૦૦ મેટ્રિક ટન ચોખાની મલાવી મોકલવામાં આવી છે. દેશના ૨૮ માંથી ૨૩ જિલ્લાઓમાં દુષ્કાળ પડ્યા બાદ મલાવી સરકારે માર્ચમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી હતી.

રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારતે મલાવી ઉપરાંત ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાને ચોખાની સહાય મોકલી છે. ટ્વિટર પરની એક પોસ્ટમાં જયસ્વાલે કહ્યું કે ભારતે ઝિમ્બાબ્વેને માનવતાના પગલે સહાય મોકલી છે. ન્હાવા શેવા બંદરેથી ૧૦૦૦ મેટ્રિક ટન ચોખાનો માલ ઝિમ્બાબ્વે માટે મોકલવામાં આવ્યો હતો. આનાથી ઝિમ્બાબ્વેના લોકોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.

ભારતે ઝામ્બિયાના લોકોની ખાદ્ય અને પોષક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ૧,૩૦૦ મેટ્રિક ટન મકાઈ પણ મોકલી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભારતે અલ નીનોની ઘટનાને કારણે સર્જાયેલા દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે મલાવીના લોકોને સહાય મોકલી છે.

અલ નીનો અને લા નીના એ પેસિફિક મહાસાગરમાં આબોહવાની પેટર્ન છે જે સમગ્ર વિશ્ર્વમાં હવામાનને અસર કરી શકે છે. અગાઉ ૨૬ એપ્રિલના રોજ, તાન્ઝાનિયામાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનના પરિણામે ઓછામાં ઓછા ૧૫૫ લોકોના મૃત્યુ થયા હતા.

તાન્ઝાનિયાના વડા પ્રધાન કાસિમ માજાલિવાએ જણાવ્યું હતું કે વર્તમાન વરસાદની મોસમ અલ નીનો આબોહવા પેટર્નને કારણે વધુ ખરાબ થઈ છે, જેના પરિણામે પૂર અને રસ્તાઓ, પુલો અને રેલવેનો વિનાશ થયો છે. માજાલિવાએ જણાવ્યું હતું કે અલ નીના પગેલ ભારે વરસાદ, ભારે પવન, પૂર અને ભૂસ્ખલન સાથે દેશના વિવિધ ભાગોમાં નોંધપાત્ર નુક્સાન થયું છે.