ઝારખંડના મની લોન્ડરિંગ કેસમાં વધુ એક ધરપકડ, હેમંત સોરેન સમાન જમીન કૌભાંડ કેસમાં જેલમાં છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ઝારખંડ જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં વધુ એક ધરપકડ કરી છે. આ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને અન્ય ઘણા હાઈપ્રોફાઈલ લોકો જેલમાં છે. જમીન કૌભાંડમાં જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે દલાલ છે અને તેની ઓળખ શેખર પ્રસાદ મહતો ઉર્ફે શેખર કુશવાહા (૩૯ વર્ષ) તરીકે થઈ છે.

ઈડીએ મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ શેખર પ્રસાદ મહતોની ધરપકડ કરી છે. ઈડ્ઢએ અગાઉ મહતોને પૂછપરછ માટે રાંચીની ઝોનલ ઓફિસમાં બોલાવ્યા હતા. પૂછપરછ બાદ ઈડ્ઢએ મહતોની ધરપકડ કરી હતી. માહતો પર કેસના મુખ્ય આરોપી અને મહેસૂલ વિભાગના ભૂતપૂર્વ સબ-ઇન્સ્પેક્ટર ભાનુની સાથે રાંચીમાં રૂ. ૨૨.૬૧ કરોડની ૪.૮૩ એકર જમીન ’અધિગ્રહણ’ કરવા માટે ’બનાવટી દસ્તાવેજો’ તૈયાર કરવાનો અને સરકારી રેકોર્ડ સાથે ’છેડછાડ’ કરવાનો આરોપ છે.

તપાસ એજન્સીનું કહેવું છે કે મહતોએ જાણી જોઈને ગુનાહિત કૃત્ય કર્યું અને બનાવટી કાર્યો, છેતરપિંડી તેમજ સરકારી દસ્તાવેજો સાથે ચેડા કર્યા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહતો એક મોટા ષડયંત્રનો ભાગ છે. ઈડ્ઢએ ગુરુવારે શેખર પ્રસાદ મહતોને ઁસ્ન્છ કોર્ટમાં રજૂ કર્યો અને આરોપીની કસ્ટડી માંગી. ઈડ્ઢનું એમ પણ કહેવું છે કે જમીન કૌભાંડમાં કયા લોકોને ફાયદો થયો તે અંગે પણ મહતોની પૂછપરછ કરવામાં આવશે. જમીન કૌભાંડના આ કેસમાં રાજ્યના પૂર્વ સીએમ હેમંત સોરેન, આઈએએસ અધિકારી અને રાંચીના પૂર્વ ડેપ્યુટી કમિશનર છવી રંજન, ભાનુ પ્રતાપ પ્રસાદ સહિત ૨૫થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ જમીનની કિંમત ૨૬૬ કરોડ રૂપિયા છે, જેમાં રાંચીના બાર્ગેન વિસ્તારમાં સ્થિત ૮.૮૬ એકર પ્લોટનો સમાવેશ થાય છે. આરોપ છે કે આ પ્લોટ હેમંત સોરેન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો હતો. ઈડીએ આ કેસમાં ઘણી મિલક્તો જપ્ત કરી છે અને ચાર ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ બુધવારે જ ઝારખંડ હાઈકોર્ટને જણાવ્યું હતું કે બાર્ગેન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જમીન સંપાદન કરવામાં હેમંત સોરેનની મહત્વની ભૂમિકા હતી. આરોપોને નકારી કાઢતા, હેમંત સોરેને વચગાળાના જામીનની માંગ કરી અને દાવો કર્યો કે તેને કાવતરામાં ફસાવવામાં આવ્યો છે.