ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસે ચૂંટણી પહેલા મેનિફેસ્ટોમાં ૪૬૧ વચનો આપ્યા હતા, આ બધા જૂઠાણાનું પોટલું છે,ચૌહાણ

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આરોપ લગાવ્યો કે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસે છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના મેનિફેસ્ટોમાં કુલ ૪૬૧ વચનો આપ્યા હતા. પરંતુ તે વચનો જૂઠાણાંના પોટલા સિવાય કંઈ નહોતા. ઝારખંડના ભાજપના ચૂંટણી પ્રભારી ચૌહાણ પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાંચીમાં હતા.

તેમણે કહ્યું, જેએમએમએ તેના મેનિફેસ્ટોમાં લોકોને ૧૪૪ વચનો આપ્યા હતા. જ્યારે કોંગ્રેસે ૩૧૭ વચનો આપ્યા હતા. જેએમએમ-કોંગ્રેસ ગઠબંધને કુલ ૪૬૧ વચનો આપ્યા હતા પરંતુ તે જૂઠાણાના પોટલાં સિવાય બીજું કંઈ નહોતા. ચૌહાણે કહ્યું કે જેએમએમએ તેના મેનિફેસ્ટોમાં યુવાનોને લાખો નોકરીઓ અને ૫૦૦૦-૭૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં હજુ સુધી એક પણ બેરોજગાર યુવકને આનો લાભ મળ્યો નથી.

બીજેપી નેતાએ કહ્યું કે તે જ રીતે પાર્ટીએ મહિલાઓને લોન આપવા માટે મહિલા બેંક અને ખેડૂતો માટે ક્સિાન બેંક બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, હું ગઠબંધન સરકારને પૂછવા માંગુ છું કે રાજ્યમાં કેટલી મહિલા અને ખેડૂતોની બેંકો સ્થાપિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શાસક સરકારે ઝારખંડનો વિકાસ પ્રવાસન દ્વારા કરવાનું વચન આપ્યું હતું, ખાણકામને પ્રોત્સાહન આપીને નહીં. પ્રવાસનનો વિકાસ થયો નથી. ઉલટાનું ખાણકામ મોટા પાયે થઈ રહ્યું છે.

તેમણે કહ્યું, જેએમએમએ પલામુ, ગઢવા, ગિરિડીહ, ચાઈબાસા, દુમકા અને દેવઘરને ૨૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચે વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનું વચન આપ્યું હતું. આ છ શહેરના રહેવાસીઓ સાથે શા માટે છેતરપિંડી કરવામાં આવી તેનો જવાબ મુખ્યમંત્રીએ આપવો જોઈએ. અગાઉ, ચૌહાણે ખિજરી વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરોની સન્માન અને વિજય સંકલ્પ બેઠકમાં ભાગ લીધો હતો.

રાજ્ય ભાજપ તાજેતરમાં પૂર્ણ થયેલી લોક્સભા ચૂંટણીની સફળતાની ઉજવણી કરવા માટે ૬ જુલાઈથી વિધાનસભા બેઠક મુજબ કાર્યકર સન્માન અને વિજય સંકલ્પ સભાનું આયોજન કરી રહી છે. લોક્સભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં આઠ બેઠકો જીતી હતી. જ્યારે તેની સહયોગી છત્નજીેં પાર્ટીએ એક બેઠક જીતી હતી. આ કાર્યક્રમ આવતીકાલે એટલે કે ૧૫મી જુલાઈ સુધી ચાલશે.